________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ
૮૬૯ એ જ ક્ષેમપુર નગરમાં સાગરદત્ત નામના બીજા શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ હતું રત્નપ્રભા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતાં. પુત્રનું નામ ગુણધર અને પુત્રીનું નામ ગુણવતી.
ગુણવતી જ્યારે યૌવનમાં આવી, રૂપ અને ગુણથી તેની શોભા વધી ગઈ. સાગરદત્ત શ્રેષ્ઠીએ ગુણવતી માટે સુયોગ્ય વરની શોધ કરવા માંડી. તેમની દૃષ્ટિમાં નયદત્ત શેઠનો પુત્ર ધનદત્ત સુયોગ્ય લાગ્યો. તેમણે નયદત્તની સમીક્ષા વાત મૂકી. નયદત્તે સાગરદત્તની વાત વધાવી લીધી. ધનદત્તની સાથે ગુણવતીનું સગપણ થઈ ગયું.
બીજી બાજુ નવી જ ઘટના બની. ગુણવતીની માતા રત્નપ્રભાની પાસે એ જ નગરના ધનાઢ્ય શ્રીકાન્ત શ્રેષ્ઠીએ ગુણવતીની માગણી કરી અને જો ગુણવતી મળે તો લાખો સોનામહોરો રત્નપ્રભાને આપવાની વાત કરી. રત્નપ્રભાને શ્રીકાંતની સોનામહોરોએ લલચાવી દીધી. રત્નપ્રભાએ શ્રીકાન્તની માગણી સ્વીકારી લીધી! સાગરદત્તને આ ઘટનાની જરા પણ ગંધ ન આવી, પરંતુ ધનદત્તના મિત્ર યાજ્ઞવક્યને ગંધ આવી ગઈ! કારણ કે તે શ્રીકાન્ત શ્રેષ્ઠીના પાડોશમાં રહેતો હતો. એ જાણતો હતો કે ગુણાવતીનું સગપણ તેના મિત્ર ધનદત્ત સાથે થઈ ગયું છે, બીજી બાજુ રત્નપ્રભાએ શ્રીકાન્ત શેઠ સાથે ગુણવતીનો સોદો કરી દીધો, એ જાણીને તેને આશ્ચર્ય થયું. ધનદત્ત સાથે વિશ્વાસઘાત થયેલો જોઈ તેનું મિત્ર-હૃદય રોષે ભરાયું. તેણે પોતાના મિત્રને વાત કરી.
ધનદત્ત, ગુણવતી તને નહીં મળે.” કેમ?” ધનદત્ત આશ્ચર્ય પામ્યો.
ગુણવતી ખાનગીમાં શ્રીકાન્તને અપાઈ ગઈ છે! શ્રીકાન્ત ગુણવતીની માતાને ધનથી ભરી દીધી છે!”
“શું કહે છે તું? આવો વિશ્વાસઘાત?' ધનદત્તનો ભાઈ વસુદત રોષથી સળગી ઊઠ્યો.
ચોખ્ખો વિશ્વાસઘાત છે.' યાજ્ઞવધે રોષ અને ચિંતાથી કહ્યું :
હું એ નહીં બનવા દઉં. ગુણવતી શ્રીકાન્તને નહીં પરણી શકે. હું શ્રીકાન્તને જ યમલોક પહોંચાડી દઈશ.' વસુદત્તે કહ્યું. ત્રણેય મિત્રો કેટલીક વાતો કરીને છૂટા પડ્યા. વસુદરે શ્રીકાન્તનો વધ કરવાની યોજના વિચારી લીધી. રાત્રિના સમયે જ્યારે શ્રીકાન્ત નગરની બહાર યક્ષના મંદિરેથી પાછો આવતો હતો, ત્યારે રસ્તામાં જ વસુદત્ત તલવારથી એના પર તૂટી પડ્યો. શ્રીકાન્ત પણ
For Private And Personal Use Only