________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૭
કેવલજ્ઞાનીની પાસે એવાં હોય છે કે જેને પ્રગટ રીતે ભોગવવા પડે. લક્ષ્મણ જેવા ભાઈનું સુખ તમારે ભોગવવાનું છે, કારણ કે નિકાચિત કર્મોના ઉદય ભોગવવા જ પડે છે. અમુક કર્મોના ઉદય ભોગવાઈ ગયા, તમે સર્વત્યાગનો વિચાર નહિ કરી શકો. પરંતુ જ્યારે એ કર્મો ભોગવાઈ જશે ત્યારે તમે સ્વતઃ ત્યાગ કરી દેશો, ચારિત્ર સ્વીકારશો અને મોક્ષ પ્રાપ્ત કરશો.”
“પરંતુ હે પ્રભો, મારું વર્તમાન જીવન, ભૂતકાળનું જીવન. એ બધું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે હું સર્વત્યાગનો માર્ગ નહિ લઈ શકું.'
સત્ય છે તમારી વાત, જ્યારે સૂર્ય ઉપર ઘનઘોર વાદળ છવાયેલાં હોય ત્યારે સૂર્યના પ્રકાશની કલ્પના પણ કરવી મુશ્કેલ હોય. અત્યારે તમારા આત્મા પર ઘનઘોર કર્મોનાં વાદળ છવાયેલાં છે. એ વાદળ વિખરાઈ જશે અને તમારો આત્મા જ્ઞાનપ્રકાશથી ઝળહળી ઊઠશે. આ જ ભવમાં તમારાં સર્વ કર્મોનો અંત આવી જવાનો છે! અનંત અનંતકાળનાં કર્મો આ ભવમાં જ નાશ પામી જશે. તમે મોક્ષગામી છો.'
કેવળજ્ઞાની ભગવંતની વાણીથી શ્રી રામને અપૂર્વ આનંદ થયો. શ્રી રામે કેવળજ્ઞાનીને પુન: વંદના કરી અને જ્યાં દેવી સીતા ચારિત્ર અંગીકાર કરીને બિરાજ્યાં હતાં ત્યાં ગયા. આર્યા સીતા નીચી દૃષ્ટિએ ધ્યાનમાં લીન હતાં, શ્રી રામે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી અને પરિવાર સાથે ત્યાંથી પાછા વળ્યા.
સમગ્ર અયોધ્યામાં સીતાજીના સર્વત્યાગની વાતો થઈ રહી હતી. સ્ત્રીપુરુષોનો સતત પ્રવાહ ઉદ્યાન તરફ વહી રહ્યો હતો. અયોધ્યાની મહારાણીને સાધ્વી વેશમાં જોઈ સહુનાં મસ્તક ઝૂકી જતાં હતાં. અયોધ્યાના રાજપરિવારમાં સર્વત્યાગની પરંપરા હતી. ભગવાન ઋષભદેવથી માંડીને એ એ પરંપરા ચાલી રહી હતી, પરંતુ સીતાજીના સર્વત્યાગે અયોધ્યાના જ રાજ્યમાં નહિ, વિદ્યાધરોની દુનિયામાં પણ આશ્ચર્ય ફેલાવી દીધું હતું. “જે સીતા માટે શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો એ સીતાએ રામનો, સર્વસ્વનો ત્યાગ કરી દીધો?'
શ્રી રામને સીતાના સર્વત્યાગના વિચારમાં ને પોતાના ભવિષ્યના વિચારોમાં એ રાતે નિદ્રા ન આવી.
૦ ૦ ૦
For Private And Personal Use Only