________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૧૧૦. શ્રી રામ અને સુગ્રીવના પૂર્વભવ
કેવળજ્ઞાની શ્રી જયભૂષણની દેશનાએ અયોધ્યાની પ્રજાને ધર્મરંગે રંગી દીધી. હજારો સ્ત્રી-પુરુષો કલાકોના કલાકો સુધી મહામુનિની દેશના સાંભળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં હતાં. બીજે દિવસે પણ શ્રી રામ આદિ દેશના શ્રવણ કરવા ઉદ્યાનમાં પહોંચ્યા. દેશના પૂર્ણ થયા પછી બિભીષણે મસ્તકે અંજલિ જોડી, કેવળજ્ઞાની ભગવંતને પ્રશ્ન કર્યો :
“હે ભગવંત! આપે દેશનામાં કહ્યું કે આ સંસારમાં સર્વસંબંધો કોઈ ને કોઈ કર્મોને આધારે બંધાતા હોય છે. સ્નેહના સંબંધો પણ કર્મથી હોય છે અને દ્વેષના સંબંધો પણ કર્મથી હોય છે, તો મને જાણવાની જિજ્ઞાસા પ્રગટી છે કે :
(૧) રાવણે સીતાનું અપહરણ કર્યું, એની પાછળ કેવું કર્મ કામ કરતું હતું? (૨) લક્ષ્મણે યુદ્ધમાં રાવણનો વધ કર્યો, એની પાછળ કયું કર્મ હતું?
(૩) સુગ્રીવ, ભામંડલ આ લવ-કુશ અને હું અમે સહુ શ્રી રામ પ્રત્યે અત્યંત અનુરાગી છીએ, એની પાછળ કયું કર્મ કામ કરી રહ્યું છે? એ કર્મ અમે ક્યારે અને કેવી રીતે બાંધેલું? આપ ત્રિકાલજ્ઞાની છો. કોઈ ભૂતભાવિની વાત આપનાથી અજાણ નથી, સર્વ જીવોના સર્વકાળના સર્વે પર્યાયો આપ જાણો છો. આપ મારા પર કૃપા કરીને, આ ભૂતકાળના ભેદ ખોલી આપો.'
બિભીષણના પ્રશને સભામાં રસવૃત્તિ જાગ્રત કરી. શ્રી રામ, લક્ષ્મણજી, સુગ્રીવ, લવ-કુશ વગેરે તો ખૂબ ઉત્કંઠિત થઈ ગયા. કેવળજ્ઞાની વીતરાગ જયભૂષણ મુનીશ્વરના મુખે પોતાના જન્મજન્માંતરના ભૂતકાળને જાણવામાં સહજ સ્વભાવિક વૃત્તિ જાગે જ. આમે ય મનુષ્યમાં ભૂતકાળ જાણવાની વૃત્તિ રહેલી જ હોય છે.
કેવળજ્ઞાની શ્રી જયભૂષણે બિભીષણની જિજ્ઞાસા સંતોષવા માટે, ભૂતકાળને વાચા આપી :
અસંખ્ય વર્ષ પૂર્વનો કાળ હતો. આ જ ભરતક્ષેત્ર હતું. તેમાં ક્ષેમપુર નામનું નગર હતું. ક્ષેમપુરમાં નયદત્ત નામના શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ સુનન્દા હતું. તેમને બે પુત્ર હતા. એકનું નામ ધનદત્ત અને બીજાનું નામ વસુદત્ત. | નયદત્ત શેઠના પાડોશમાં યાજ્ઞવજ્ય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સાથે ધનદત્ત અને વસુદત્તની મિત્રતા હતી.
For Private And Personal Use Only