________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનનું પરાક્રમ
ઉપપ આજ્ઞા કરું છું કે તને ગર્દભ ઉપર બેસાડી, આગળ ઢોલ વગડાવી, લંકાની ગલી-ગલીમાં ફેરવી, લંકાની બહાર તગડી મૂકવો.”
હજુ રાવણ આગળ કંઈ બોલે ત્યાં જ વીર હનુમાને નાગપાશને તોડી ફોડી નાંખ્યો. નલિનીના નાળથી હાથીને બાંધવામાં આવે તો હાથી ક્યાં સુધી એ બંધન રાખે?
વીજળીના ચમકારાની ઝડપથી હનુમાન ઊછળ્યા. એક લાત મારી તેમણે રાવણને પછાડી દીધો, બીજી લાત મારી તેના મુગટના ચૂરા બોલાવી દીધા અને એ જ ઝડપથી હનુમાન રાજમહાલયમાંથી બહાર નીકળી પડ્યા. લંકાનો વિનાશ કરતા તેઓ લંકાની બહાર નીકળી ગયા.
પકડો મારો... પકડો.” ના પોકારો ગાજી ઊઠડ્યા. પણ એ કૃતાન્તકાળની પાસે કોણ જાય? એક જ ઝાટકે નાગપાશને તોડી નાંખી, એક જાદુગરની અદાથી રાવણને ભૂમિ પર પટકી દઈ, તેના મુગટના ચૂરા કરી નાંખી અદૃશ્ય થઈ જનાર હનુમાનને ઇન્દ્રજિત જોતો જ ઊભો રહી ગયો. તે સ્તબ્ધ બની ગયો.
અક્ષકુમારનું મૃત્યુ અને રાવણનું હડહડતું અપમાન. હનુમાનનું આ ઘોર સાહસ ઇન્દ્રજિત માટે એક પ્રશનચિહ્ન બની ગયું. રાવણના આક્રોશ અને ધમપછાડા વ્યર્થ હતા. એક રાતમાં શ્રી રામનો એક સુભટ શું કરી શકે છે, એ વિચારે રાવણને તો નહીં, ઇન્દ્રજિતને પણ હલબલાવી દીધો.
રાવણના હૃદયમાં એક પરિવર્તન થયું. સીતાના વિચારોમાં મૂઢ બનેલું એનું ચિત્ત, હવે વેરનો બદલો લેવા તરફ વળ્યું. રાવણ અભિમાનની પ્રત્યક્ષ મૂર્તિ સમાન હતો. હનુમાને કરેલું ઘોર અપમાન રાવણ માટે મૃત્યુ કરતાં પણ વધારે હતું.
બિભીષણ હનુમાનની લંકાની પ્રવૃત્તિની પૂરેપૂરી જાણકારી મેળવી રહ્યો હતો. દેવરમણમાં ખેલાયેલા યુદ્ધમાં થયેલી ખુવારી અને સમ્રાટના મહેલમાં સમ્રાટનું થયેલું ઘોર અપમાન તથા લંકાની ભાંગફોડ – આ બધું જ તેણે જાણ્યું હતું. “શા માટે આ બધું થયું?' આ પ્રશ્નના ઉત્તરમાં “એક લંકાપતિની જીદ ખાતર!” આ જવાબ મળતો હતો, કેવી રીતે એ જીદ છોડાવવી એનો કોઈ ઉપાય બિભીષણ પાસે ન હતો. પણ “જીદ ન છોડે તો શું થાય?' એનો જવાબ ખૂબ સ્પષ્ટ હતો. “લંકાનો વિનાશ. રાક્ષસ વંશનો અંત.” બિભીષણનું અંતઃકરણ રડી પડતું હતું. મિથ્યાભિમાની રાવણની અનાચારી,
For Private And Personal Use Only