________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુરૂપિણી વિદ્યા
૭૦૭ આ સાધના ગુપ્ત રીતે કરવાની છે. શત્રુને જાણ ન થાય તે રીતે, એટલે તારે ખૂબ સાવધાની રાખવાની છે.”
એ રીતે જ થશે.” મંદોદરીએ લંકાપતિ સાથે ભોજન કર્યું. લંકાપતિએ મંદોદરીને આવશ્યક સર્વ સૂચનો આપી દીધાં અને સ્નાનાદિથી નિવૃત્ત થઈ, પૂજનનાં વસ્ત્રો પરિધાન કરી, રાવણ શ્રી શાન્તિનાથ ભગવંતના ગૃહચૈત્ય તરફ ચાલ્યો. મંદોદરી પણ પૂજનની સામગ્રીના થાળ લઈ, પતિનું અનુસરણ કરતી, ગૃહચૈત્યમાં આવી.
ભગવંતનાં દર્શન કરતાં, રાવણનાં તન-મન પ્રફુલ્લિત થઈ ગયાં. ભક્તિથી તેના મુખ પર હર્ષ છવાઈ ગયો. ગોશીષચંદનથી અને દિવ્ય સુગંધી પુષ્પોથી રાવણે શ્રી શાન્તિનાથ ભગવાનનું પૂજન કર્યું. દ્રવ્યપૂજા કર્યા પછી તેણે ભાવપૂજા શરૂ કરી. રત્નશિલા પર તેણે પદ્માસન લગાવ્યું. આંખો બંધ કરી, કલ્પનાસૃષ્ટિમાંથી એક શાન્તિનાથ ભગવંત સિવાય સમગ્ર સૃષ્ટિને બહાર ફેંકી દીધી.
એક જ શાન્તિનાથ ભગવંતમાં તેણે એકાગ્રતા સાધી. યોગી રાવણ પરમયોગીમાં લીનતા અનુભવી રહ્યો. તેના અંગેઅંગમાં રોમાંચ થઈ આવ્યો. તેણે ભાવપૂર્ણ સ્વરે સ્તુતિનો આરંભ કર્યો : જય જગરક્ષક શાંતિજિનેશ્વર!
તુમ ચરણ હો વંદન જય દેવાધિદેવ જગતના,
| દર્શનથી શુભ સંવેદન. શાન્તિનાથ! ભવસાગરતારક!
ભગવન! ઉરનું એ મંથન. સર્વ અર્થ સિદ્ધમંત્ર નામ તુમ
નમોનમઃ” નું હો ગુંજન...૧ હે પરમેશ્વર! અષ્ટ પ્રકારી
પૂજા જે તુજ કરતા અણિમાદિ સિદ્ધિને તેઓ
વિના વિલંબે વરતા. ધન્ય બને તે નયનો,
For Private And Personal Use Only