________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४४
જૈન રામાયણ એના કરતાંય વધુ આપણા મિલનની ઉત્કંઠા!” સત્ય છે, આર્યપુત્ર!”
જ્યારથી મહાત્મા બિભીષણે શિલ્પીઓ અયોધ્યા મોકલ્યા છે અને નારદજીએ જઈને આપણા સમાચાર આપ્યા છે ત્યારથી અયોધ્યામાં આપણી જ વાતો થતી હશે!” “પ્રજાને આનંદ. હર્ષ કેટલો હશે!' સાથે સાથે બિભીષણ, સુગ્રીવ, ભામંડલ વગેરેને જોવાની પ્રજાને હોંશ હશે!'
સીતાજીનું મન અયોધ્યાની યાત્રાએ ઊપડી ગયું. ભૂતકાળની સ્મૃતિઓ મનુષ્યને આકર્ષે છે, મનુષ્યને તેમાં ખેંચાઈ જવું પણ ગમે છે. માણસ પોતાના દુઃખમય ભૂતકાળને પણ યાદ કરતો હોય છે. એ ભૂતકાળ જ્યારે વર્તમાનકાળ હતો ત્યારે એ દુ:ખ ત્રાસથી પીડાતો હતો. આજે તેને યાદ કરવામાં કંઈક મધુરતાનો અનુભવ થાય છે! એવી જ રીતે સુખદાયી ભૂતકાળની સ્મૃતિ દુઃખમય વર્તમાનકાળમાં કરતો મનુષ્ય, એ સ્મૃતિમાંથી કાંઈક આશ્વાસન મેળવતો હોય છે, પરંતુ એ આશ્વાસન ક્ષણિક હોય છે. દીર્ઘકાલીન તો હોય છે નિસાસા અને દીનતા!
નારદજીએ અયોધ્યામાં જઈને, માતાઓને એ વાત પણ કરી હશે ને કે વનવાસમાં” તમારી પુત્રવધૂઓમાં ઉમેરો થયો છે!' સીતાજીના મોં પર લાલિમા છવાઈ ગઈ, રામના મુખ પર સ્મિત ફરકી ગયું.'
સાચે જ અપરાજિતા અને સુમિત્રા, વિશલ્યા વગેરેને જોઈને પ્રસન્ન થઈ જશે!' સીતાજીએ કહ્યું.
શ્રી રામ મૌન રહ્યા, મૌન સંમતિ આપી!
પરંતુ દેવી! માતાઓ અને બીજાં તમને રાવણ ઉપાડી ગયો એ વાત તમને પૂછશે! લંકાનું વર્ણન પૂછશે! વનવાસનાં દુઃખો પૂછશે.”
રાવણ યુદ્ધમાં કેવી રીતે મર્યો... એ વાત આપને પણ માતાજી પૂછશે!”
મને તો પ્રાયઃ નહીં પૂછે, પરંતુ લક્ષ્મણને જરૂર પૂછશે. એટલું જ શા માટે, વનવાસની દરેક વાત જાણવાની એમને ઉત્કંઠા હશે!”
સીતાજીએ વાતાયનની બહાર દૃષ્ટિ નાંખી. શ્રી રામ આંખો બંધ કરી, વિચારમાં લીન થઈ ગયા. સીતાજીના મનમાં એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો હતો. “પૂછું કે ન પૂછું!” આ દ્વિધામાં પૂછી શકતાં ન હતાં.
For Private And Personal Use Only