________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૦
જૈન રામાયણ મામાજી, માની લો કે પિતાજી સંમત નહીં થાય, તો ચિંતા શા માટે? અમે માતા પાસે ચાલ્યા જઈશ! માતાને કોઈ વાતે ઓછું નહીં આવવા દઈએ.” કુશ બોલ્યો. “તો આપણે આવતી કાલે જ મળીએ.’ લક્ષ્મણજીએ સુગ્રીવને કહ્યું. આપશ્રી જ વાત કરશો તો ઠીક રહેશે.” “ના, આપણે સહુ સાથે જ આર્યપુત્રને પ્રાર્થના કરીશું, માટે તમારે સહુએ આવવાનું છે.”
પરંતુ અમારું પ્રયોજન નથી,” લવ-કુશ બોલ્યા. સત્ય છે. કુમારોએ અમારી સાથે આવવાનું નથી.' સહુ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા.
લવ અને કુશ પોતાના નિવાસે પહોંચ્યા. બંને લક્ષ્મણજીના મહેલમાં થયેલી ચર્ચાના વિચારમાં ચઢી ગયા હતા. માતા પ્રત્યે કાકા લક્ષ્મણજીથી માંડી સહુ રાજા-મહારાજાઓની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણથી બંને ભાઈઓ પ્રભાવિત થયા હતા. સુગ્રીવના હૃદયસ્પર્શી વક્તવ્યથી તેમનું મન ગદ્ગદ્ થઈ ગયું હતું, પરંતુ શ્રી રામ કબૂલ થશે કે કેમ, એની શંકા હતી. ‘જો પિતાજી કાલે સંમત ન થાય તો?” કશે લવનો નિર્ણય જાણવા પૂછયું.
એવી શંકા શા માટે કરવી? પિતાજી સંમત થઈ જશે એમ મને લાગે છે, લવે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો.
હા, માતાનો ત્યાગ કર્યો પછી પાછળથી પિતાજી જંગલમાં શોધ કરવા ગયા હતા. તેઓ માતાને પાછી લઈ આવવાના સંકલ્પથી જ ગયા હતા, માટે હવે ના તો નહીં જ કહે.” કુશ બોલ્યો.
છતાંય આપણો નિર્ણય છે કે માતાજીને અહીં લાવવામાં નહીં આવે તો આપણે અહીંથી ચાલ્યા જઈશું,' કુશે છેલ્લો ઉપાય પણ પુનઃ જાહેર કર્યો.
રાત ઘણી વીતી ગઈ હતી. બંને ભાઈઓ નિદ્રાધીન થયા. એમને ક્યાં ખબર હતી કે ભાવિમાં શું છુપાયેલું છે?
૦
૦
૦
For Private And Personal Use Only