________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪
જૈન રામાયણ મહાદેવી, હું શ્રી રામની આજ્ઞાથી અહીં આપની પાસે આવ્યો છું. આપના માટે શ્રી રામે પુષ્પક વિમાન મોકલ્યું છે. આપ પુષ્પક વિમાનને શોભાવો અને અયોધ્યા પધારો. શ્રી લક્ષ્મણજી આપનાં દર્શન માટે આતુર છે. કુમારો લવ અને કુશ પણ આપની નિરંતર સ્મૃતિ કરી રહ્યા છે.”
“કપીથર, તમે ભલે અહીં આવ્યા, પરંતુ હું બ્રોધ્યા કેવી રીતે આવું? હજુ એ ભયાનક દૃશ્ય ભુલાતું નથી. “સિંહનિનાદ” જેવા ભયંકર જંગલમાં સગર્ભા એવી મારો ત્યાગ કરી દીધો હતો, એનું દુ:ખ હજુ પણ શમ્યું નથી, ત્યાં વળી નવા દુઃખ માટે આર્યપુત્ર પાસે આવું? અયોધ્યા આવવાનું હવે આ જીવનમાં કોઈ પ્રયોજન નથી..”
સીતાજીનો સ્વર કંપી રહ્યો હતો. હૃદયનું દુ:ખ શબ્દો દ્વારા હળવું બની રહ્યું હતું. સુગ્રીવ ખૂબ સહાનુભૂતિપૂર્વક સાંભળી રહ્યા હતા. પુનઃ પ્રણામ કરીને, તેઓ બોલ્યા :
મહાદેવી આપનું કથન સત્ય છે. આપના દુઃખની કલ્પના મને પણ કંપાવી જાય છે. આપે અભુત સહનશક્તિથી દુઃખનો પ્રતિકાર શાંતિથી કર્યો છે, પરંતુ હવે દુઃખોનો અંત આવી ગયો છે. શ્રી રામ અને લક્ષ્મણ અનેક રાજાઓ સાથે, મંત્રીમંડળ સાથે અને હજારો પ્રજાજનો સાથે અયોધ્યાની બહાર સિંહાસન પર બેઠા છે. સહુ આપની રાહ જોઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજી ઇચ્છે છે કે મહાદેવી "દિવ્ય' કરીને પોતાના શીલની વિશુદ્ધિ પ્રજાને સમજાવે. માટે મહાદેવી કૃપા કરીને અવશ્ય અયોધ્યા પધારો.” ‘કપીશ્વર, શુદ્ધિની પરીક્ષા માટે હું તત્પર જ છું. ભલે, હું અયોધ્યા આવીશ.'
સીતાજીએ સ્વીકૃતિ આપી. સુગ્રીવ પ્રસન્ન થઈ ગયા. મહારાજા વજજંઘને સંદેશ મોકલ્યો. મહારાજા આવી ગયા. સીતાજીએ મહારાજાને અયોધ્યા જવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. મહારાજા વજજંઘની આંખો ભીની થઈ ગઈ.
દેવી, મને હર્ષ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. પ્રિય બહેન એના ઘેર જાય, એ હું સમજું છું. તું સુખી થા, પણ આ તારા ધર્મના ભાઈને ક્યારેક યાદ કરજે. અહીં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજે.' વજજંઘ રડી પડ્યા. સીતાજી રડી પડ્યાં, સુગ્રીવનું હૃદય ભરાઈ આવ્યું.
“હે ધર્મભ્રાતા! આપના ઉપકારો હું જન્મ-જન્માંતર નહીં ભૂલી શકે. આપ પિતા, ભ્રાતા, માતા બન્યા છો. આપને મેં અને કુમારોએ ઘણું કષ્ટ આપ્યું છે. આપે અમારા સુખ માટે શું નથી કર્યું? હે અકારણબંધુ, આપના અપાર વાત્સલ્યથી અને નિઃસ્વાર્થ સ્નેહથી, જીવનમાં આવી પડેલા ઘોર કષ્ટને સહવા
For Private And Personal Use Only