________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજી ચારિત્રપંથે
૮૬૩ પૂર્વભવોમાં એવાં પાપ કર્યા હશે કે જે પાપોથી કર્મ બંધાયાં હશે. આ ભવમાં તે ઉદય આવ્યાં, મારાં પાપકર્મ ઉદયમાં આવે ત્યારે આપના જેવા મહાન પુરુષના હાથે પણ મને દુઃખ જ મળે, એમાં આપનો દોષ ન કહેવાય.
પરંતુ એ કર્મોનો, આઠેય પ્રકારનાં કર્મોનો ક્ષય, નાશ કરવાનો મેં સંકલ્પ કરી લીધો. હવે હું પુનઃ પસ્તાવા નથી ચાહતી. પુણ્યકર્મના ભરોસે, વિશ્વાસે રહેવા નથી ચાહતી. જ્યારે આપ મને લંકાથી લઈ આવ્યા ત્યારે હું પુણ્યકર્મના વિશ્વાસે રહી. અંતે મને એ કર્મોએ જ દગો દીધો. આ સંસાર જ એવો છે. જ્યાં સુધી ચાર ગતિમય સંસારમાં જીવ ભટકે છે ત્યાં સુધી કર્મો એને સતાવે જ છે. માટે હવે હું એ કર્મોનો જ ક્ષય કરનારી પવિત્ર પ્રવ્રજ્યા.. ચારિત્ર સ્વીકારીશ .. સંસારનો ત્યાગ કરીશ. મેં હૃદયથી સંકલ્પ કરી લીધો છે.”
સીતાજી કમલ પરથી નીચે ઊતર્યા. પોતાના હાથે જ માથાના વાળનું લુચન કરીને વાન શ્રી રામને સોંપ્યા. શ્રી રામ સ્તબ્ધ બની, કિંકર્તવ્યમૂઢ બની દૃશ્ય જોઈ રહ્યા. લવ અને કુશ માતાના અણધાર્યા સંકલ્પથી ડઘાઈ ગયા. કોઈને કિંઈ સૂઝતું નથી. - શ્રી રામ મૂછિત થઈ, જમીન પર ઢળી પડ્યા. તેમની મૂચ્છ દૂર થાય તે પૂર્વે જ સીતાજી ત્યાંથી જ્યાં કેવળજ્ઞાની મુનીશ્વર જયંભૂષણ હતા ત્યાં પહોંચી ગયાં. મહામુનિને પ્રાર્થના કરી : “મને ચારિત્ર આપી, આ ભવસાગરથી તારો.” મહામુનિએ સીતાજીને ચારિત્ર આપ્યું. સીતાજી સાધ્વી બની ગયાં. મહામુનિએ સુપ્રભા’ નામના શ્રેષ્ઠ સાધ્વીજીને સોંપ્યાં.
સીતાજીએ પોતાનું શેષ જીવન તપશ્ચર્યાના ચરણે ધરી દીધું. તે જ્ઞાન-ધ્યાન ને મૌન સાથે વિવિધ દુષ્કર તપશ્ચર્યાથી કર્મોનો નાશ કરવા માંડ્યો.
શ્રીરામની મૂર્છા દૂર કરવા લક્ષ્મણજી આદિ સર્વે રોકાઈ ગયા હતા. લવ અને કુશે માતા સાધ્વીને અશુપૂર્ણ નયને વંદના કરી.
૦
૦
૦
For Private And Personal Use Only