________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ર
જૈન રામાયણ સહુથી વિશેષ આનંદ અનુભવ્યો લવ અને કુશે! તેમની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. તેઓનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. બંને ભાઈઓએ એક બીજા સામે જોયું. તેઓ ઊભા થયા અને સરોવરમાં કૂદી પડ્યા..
તરતા તરતા માતા સીતા પાસે પહોંચી ગયા. સીતાજીએ બંને પુત્રોના મસ્તકે હાથ પ્રસાર્યા, ઉસંગમાં લઈ સ્નેહ વરસાવ્યો. સીતાજીની બંને બાજુ લવ-કુશ બેસી ગયા. ઊંચા મંચ પર બેઠેલાં સ્ત્રી-પુરુષોએ આ અદ્દભુત દૃશ્ય નિહાળ્યું. બે પુત્રો સાથે સીતાજી ખૂબ શોભી રહ્યાં હતાં. શ્રી રામ અને લક્ષ્મણ પણ આ દુર્લભ દશ્ય જોઈ, હર્ષથી-ગદ્ગદ્ થઈ ગયા.
દેવોએ સીતાજી પાસે પહોંચવા સુધીનો માર્ગ કર્યો અને અવકાશમાં સીતાજીના સતીત્વનો જયજયકાર કરતા, મહાસતીને પુનઃ પુનઃ નમસ્કાર કરતા, સ્વસ્થાને ચાલ્યા ગયા.
લક્ષ્મણજી, શત્રુઘ્ન, ભામંડલ, સુગ્રીવાદિ પણ શ્રી રામને અનુસર્યા. સીતાજી પાસે જઈ સહુએ નમસ્કાર કર્યા. સીતાજીના સતીત્વને ભક્તિભાવથી અંજલિ આપી, શ્રી રામનું હૃદય પશ્ચાત્તાપથી વ્યાકુળ હતું અને લજ્જાથી તેઓ સીતાજી સામે જોવા પણ શક્તિમાન ન હતા.
શ્રી રામનાં નેત્ર સ્નેહયુક્ત હતાં છતાં વેદનાથી ભરપૂર હતાં, તેઓ બોલ્યા:
દેવી, નગરવાસી લોકો સ્વભાવથી જ અસદુદોષની ઉભાવના કરનારા હોય છે. મેં તેમના કહેવામાં આવી જઈ તારો ત્યાગ કર્યો અને ભયંકર પશુઓથી ભરેલા ગાઢ અરણ્યમાં.. હે દેવી, તું તારા સતીત્વના પ્રભાવથી જ જીવંત રહી. હે વૈદેહી, તેં ઘણું સહન કર્યું છે, મેં તને ઘણું કષ્ટ આપ્યું છે. બાકી હતું તે “દિવ્ય' કરાવ્યો. તારું પરમ વિશુદ્ધ સતીત્વ લોકોની સમક્ષ પ્રગટ થયું. દેવોએ સાંનિધ્ય કર્યું. હે મૈથિલી! મને ક્ષમા કરી દે, હું મારા સર્વ અપરાધોની ક્ષમા ચાહું છું. આવ, આ પુષ્પક વિમાનમાં આરૂઢ થા. અયોધ્યામાં ચાલ અને પૂર્વે જે રીતે મારા તન મન-નયનને સુખ અને પ્રસન્નતા આપતી હતી તે જ રીતે પુનઃ મને સુખ આપ, પ્રસન્નતા આપ..'
શ્રી રામના શબ્દોએ સહુનાં નયનો સજલ કરી દીધાં. પરંતુ સીતાજીના મુખ પર ગંભીરતા વધતી ગઈ. તેમનું મન કોઈ દઢ સંકલ્પ કરી રહ્યું હતું. તેમનું હૃદય સંસાર સુખોથી અલિપ્ત બનવા તલસી રહ્યું હતું.
હે આર્યપુત્ર! આપનો કોઈ દોષ નથી, લોકોનો પણ દોષ નથી! બીજા કોઈનો ય દોષ નથી. દોષ છે મારાં જ પૂર્વકૃત કર્મો. મેં પૂર્વનાં જીવનમાં,
For Private And Personal Use Only