________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજી ચારિત્રપંથે
૮૬૧ ચારેબાજુનો કોલાહલ શાંત થઈ ગયો. સહુના જીવ અધ્ધર થઈ ગયા. ત્યાં મહાસતી સીતાજીનો મેઘગંભીર ધ્વનિ સંભળાયો :
હે ચાર દિશાના લોકપાલો! અને લોકો! સાંભળો, જો મેં રામ સિવાય મનથી પણ બીજા પુરુષની અભિલાષા કરી હોય તો આ અગ્નિ અને પ્રજાળી દે! અને જો મેં રામ સિવાય બીજા કોઈ પણ પુરુષની અભિલાષા નથી કરી તો અગ્નિ પાણી થઈ જાઓ! શીતલ થઈ જાઓ! નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. અને તેમણે અગ્નિમાં છલાંગ મારી. પરંતુ સીતાજી છલાંગ મારે એ પૂર્વે જ ક્ષણોમાં જ દેવરાજ ઇન્દ્રના સેનાપતિએ આગ બુઝાવી દીધી હતી. જ્યાં સીતાજીએ છલાંગ મારી ત્યાં ખાઈ પાણીથી છલકાઈ ગઈ.!
નિર્મળ જલથી ભરપૂર સુશોભિત સરોવરમાં એક વિશાળ કમલ ઊપસી આવ્યું. એ દેવનિર્મિત હતું. કમળ પર સીતાજી આરૂઢ થયાં. જાણે સાક્ષાત્ લક્ષ્મીદેવી!
ચારેબાજુ આનંદ આનંદ છવાઈ ગયો, “મહાસતી સીતાનો જય હો” એવા પોકારો થવા લાગ્યા, પરંતુ સરોવરનાં પાણી ઊછળવાં લાગ્યાં! જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ સરોવરમાં ભરતી આવી... ચારેબાજુ પાણી ધસવા લાગ્યાં. ભયંકર અવાજો થવા લાગ્યા.
પાણી ઊંચા બાંધેલા મંચ સુધી પહોંચી ગયાં. સહુને ડૂબી જવાનો ભય લાગ્યો. વિદ્યાધરો તો આકાશમાં ઊંડીને ઊભા રહ્યા. પણ બિચારા માનવો શું કરે? તેમણે મહાદેવી સીતાજીને પોકાર કર્યા : “હે મહાસતી સીતા, અમારી રક્ષા કરો, અમને બચાવો.”
સીતાજી ધ્યાનમગ્ન હતાં. લોકોનો આર્તનાદ સાંભળી, તેમણે આંખો ખોલી, લોકોની ભયગ્રસ્ત સ્થિતિ જોઈ, શ્રી રામ-લક્ષ્મણ ભયભ્રાન્ત બની ગયા હતા. સીતાજીએ પાણી ઉપર હાથ મૂક્યો તો પાણી પાછાં વળી ગયાં. દેવોએ સીતાજીની ઇચ્છા મુજબ પાણી પાછાં વાળ્યાં. સરોવર શાંત બની ગયું. તે અનેક કમલોથી સુશોભિત બની ગયું.
અવકાશમાં નારદ, સિદ્ધાર્થ વગેરે નાચી ઊઠ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. “અહો શીલ! અહો શીલા સીતાજીના શીલનો અપૂર્વ પ્રભાવ!” દેવોએ દિવ્યધ્વનિ કર્યો. લોકોએ આકાશને જયધ્વનિથી ભરી દીધું.
For Private And Personal Use Only