________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાજી ચારિત્રપશે.
૮૫૯ | માહેન્દ્રોદય ઉદ્યાનમાં જ્યારે સીતાજીના “દિવ્ય માટે ખાઈ ખોદાઈ રહી છે ત્યારે એ જ અયોધ્યાની બીજી દિશામાં એક મહામુનિ, રાક્ષસીના ઉપદ્રવોને અપૂર્વ ધૈર્યથી સહન કરતા કર્મક્ષય કરી રહ્યા છે!
વાત આ પ્રમાણે હતી : વૈતાઢ્ય પર્વતના ઉત્તર વિભાગના રાજા હરિવિક્રમને-જયભૂષણ નામનો કુમાર હતો. જ્યારે જયભૂષણ યૌવનમાં આવ્યો, ત્યારે તેના પિતાએ આઠસો કન્યાઓ સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું.
એક દિવસ જયભૂષણે પોતાની એક પત્ની કિરણમંડલાને, પોતાના મામાના પુત્ર હમશિખ સાથે શયનસુખ માણતી જોઈ અને રોષ આવ્યો, વૈરાગ્ય થયો. રોષમાં તેણે કિરણમંડલાને કાઢી મૂકી અને વૈરાગ્યથી તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી.
કિરણમંડલાએ જયભૂષણ તરફ વેરની ગાંઠ બાંધી. તે મૃત્યુ પામી અને રાક્ષસી થઈ, જયભૂષણ મુનિ વિચરતા વિચરતા અપૂર્વ આત્મસાધના કરતા, અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં પધાર્યા. પ્રમાદ નહીં, આરામ નહીં, નિરંતર ધ્યાન અને કાયોત્સર્ગ. પરબ્રહ્મમાં જ લીનતા!”
મહામુનિએ વિશિષ્ટ ધ્યાન આરંભ્ય. પેલી રાક્ષસી મહામુનિને શોધતી ત્યાં આવી પહોંચી. પૂર્વજન્મનું વૈર હતું તેથી તેણે મહામુનિ ઉપર ઉપસર્ગ આરંભ્યા.
ઉપસર્ગોમાં પણ જે સમતા જાળવે, ધ્યાન અખંડ જાળવે તેને “કેવળજ્ઞાન” પ્રગટે! મહામુનિ જયભૂષણને કેવળજ્ઞાન પ્રગટ્યું! ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું. દેવો સાથે, કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા ઇન્દ્ર અયોધ્યા દોડી આવ્યા. દેવોએ અયોધ્યાના મહેન્દ્રોદય ઉદ્યાનમાં તૈયાર થતી અગ્નિ ખાઈ જોઈ, તેનો વૃત્તાંત જાણ્યો, દેવોએ ઇન્દ્રને નિવેદન કર્યું :
હે દેવરાજ ઇન્દ્ર, લોકોએ મૂકેલા જૂઠા કલંકથી પોતાની શુદ્ધિની પ્રતીતિ માટે સીતા અગ્નિમાં પ્રવેશ કરશે.'
ઇન્દ્ર તરત સેનાપતિને આજ્ઞા કરી : ‘તમે દેવી સીતાનું સાંનિધ્ય કરો. એ મહાસતી છે. હું મહર્ષિના કેવળજ્ઞાનનો મહોત્સવ કરીશ.”
ઇન્દ્ર મહર્ષિના કેવળજ્ઞાનનો ભવ્ય મહોત્સવ રચ્યો. કેવળજ્ઞાની મહર્ષિએ સુવર્ણમય કમળ પર આરૂઢ થઈ, દિવ્ય દેશના આપી. ઇન્દ્ર અપૂર્વ આનંદ અનુભવ્યો.
For Private And Personal Use Only