________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૮૫૮
લોકોમાં હાહાકાર વર્તાઈ ગયો. સહુ શ્રી રામને વીનવવા લાગ્યા. સીતાજીએ પાંચ દિવ્ય કરવાના કરેલા પડકારે સહુનાં હૃદય કંપાવી દીધાં. પરંતુ શ્રી રામ દૃઢતાથી બોલ્યા :
‘હે પ્રજાજનો, તમને કોઈ મર્યાદા નથી, તમારા વચનની કોઈ મર્યાદા નથી. તમે લોકોએ જ પૂર્વે કલ્પેલા કલંકથી, જાનકી કલંકિત કરાઈ હતી. આજે તમે કહો છો કે ‘સીતા મહાસતી છે!' પહેલાં તે દોષિત કેવી રીતે હતી અને અત્યારે મહાસતી કેવી રીતે? ‘રાવણના ઘેર રહેલી સીતા શુદ્ધ ન હોય' એમ કહેનારા પણ તમે જ હતા ને? ‘પરસ્ત્રીલંપટ રાવણે સીતાના શીલને અખંડિત રાખ્યું જ ન હોય,' એમ ચોરે-ચોતરે તમે જ વાત કરતા હતા ને? આજે તમે કેવી રીતે રહ્યા છો કે ‘સીતા મહાસતી છે?' પુનઃ તમે કહેશો કે ‘સીતા કલંકિત છે!’ તમને કોણ રોકી શકશે? તમને નિર્ણય થઈ જાય, પુનઃ ક્યારેય શંકા ન જાગે માટે સીતા ભલે ‘દિવ્ય’ કરે. સીતા પોતાના સતીત્વની પ્રતીતિ કરાવવા ભડભડતી આગમાં પ્રવેશ કરશે.’
‘નહીં, નહીં મહારાજા,' પ્રજાજનો ચિત્કાર કરી ઊઠ્યા.
‘સીતા દિવ્ય કરશે જ, તમારા કહેવાથી જ. તમારા ક્લ્પનાજન્ય દોષારોપણથી જ જાનકીનો મેં ત્યાગ કર્યો. આજે તમારા મનમાં જાનકીના સતીત્વની પ્રતીતિ થાય તે માટે એ દિવ્ય કરશે, આગમાં પ્રવેશ કરશે..’
અયોધ્યાની ગલી-ગલીમાં સીતાજીની દિવ્ય કરવાની પ્રતિજ્ઞાના સમાચાર ફેલાઈ ગયા. ‘સીતાજી કાલે ભડભડતી આગમાં પ્રવેશ કરશે.' આ વાત સાંભળી સહુ નગરજનોનાં હૃદય કંપવા લાગ્યાં. શ્રી રામે આજ્ઞા કરી :
‘ત્રણસો હાથ લાંબો-પહોળો ખાડો ખોદવામાં આવે. બે પુરુષની ઊંચાઈ જેટલો ઊંડો ખોદવામાં આવે. એ ખાડાને ચંદનનાં લાકડાંથી ભરવામાં આવે!’
સીતાજીને માહેન્દ્રોદય ઉદ્યાનમાં જ રમણીય કુટિરમાં રાખવામાં આવ્યાં. શ્રી રામ, લક્ષ્મણજી, શત્રુઘ્ન, લવ-કુશ અને સુગ્રીવ-ભામંડલાદિ, માહેન્દ્રોદયમાં જ રોકાયા. શ્રી રામનું મન ઉદ્વેગથી ભરેલું હતું. લક્ષ્મણજી ભારે મનોમંથનમાં પડી ગયા હતા. લવ-કુશ ‘અમારી માતા મહાસતી છે, એની પ્રતીતિ અોધ્યાવાસીઓને થઈ જશે' એ કલ્પનાની મધુરતા અનુભવતા હતા. સુગ્રીવહનુમાનાદિ લંકાના એ ભીષણ યુદ્ધનાં સંસ્મરણોમાં ખોવાયા હતા.. ‘જે સીતાજી માટે આપણે ભીષણ યુદ્ધ કર્યું તે જ સીતાજી કાલે આપણા સહુના દેખતાં જ આગમાં પ્રવેશ કરશે!! કેવી સંસારની ભીષણતા?’
For Private And Personal Use Only