________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨ ૧૦૮. સીતાજી ચારિત્રપંથે
تمع
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાનો બાહ્યપ્રદેશ!
માહેન્દ્રોદય ઉદ્યાન!
ભવ્ય વિશાળ મંડપો બંધાયા છે. વિવિધ કુસુમોનાં તોરણ બંધાયાં છે. સેંકડાં રાજાઓ અને હજારો પ્રજાજનો બેઠેલા છે. આતુર નયને પુષ્પક વિમાનની રાહ જોવાઈ રહી છે. સહુની દૃષ્ટિ ક્ષિતિજ પર મંડાયેલી છે. મધ્યાહ્નનો સમય પૂર્ણ થયો છે ને સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો છે.
ત્યાં આકાશની ક્ષિતિજ પર પુષ્પક વિમાન દેખાયું. પ્રજાજનો ઊભા થઈ ગયા. રાજાઓ ઊંચા થઈને જોવા લાગ્યા. તીવ્ર ગતિથી આવતા પુષ્પક વિમાને અલ્પ ક્ષણોમાં જ અયોધ્યાની હદમાં પ્રવેશ કર્યો. અયોધ્યાને અંતરિક્ષમાં જ ત્રણ પ્રદક્ષિણા આપીને, સુગ્રીવે વિમાનને માહેન્દ્રોદય ઉદ્યાનમાં ઉતાર્યું.
જ
કુમારિકાઓએ અક્ષતાદિથી સીતાજીને વધાવ્યાં. સીતાજી પુષ્પક વિમાનમાંથી નીચે ઊતર્યાં, પાછળ પુત્રવધૂઓ ઊતરી અને છેલ્લે કપીશ્વર સુગ્રીવ ઊતર્યા. તરત જ લક્ષ્મણજી સિંહાસન પરથી ઊઠીને દોડી આવ્યા. તેમણે સીતાજીનાં ચરણે ભાવપૂર્વક પ્રણામ કર્યા. બીજા રાજાઓ પણ લક્ષ્મણજીને અનુસર્યા.
સીતાજીને સિંહાસન પર આરૂઢ કરવામાં આવ્યાં. પુત્રવધૂઓને લઈ, ભામંડલ અયોધ્યામાં ચાલ્યા ગયા. લવ અને કુશ અયોધ્યામાં હતા.
ભામંડલ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન, અંગદ વગેરે અનેક રાજા-મહારાજાઓ સહિત લક્ષ્મણજીએ નમ્રતાથી ભક્તિથી સીતાજીને કહ્યું :
‘મહાદેવી, આપની અયોધ્યામાં આપના મહેલમાં પ્રવેશ કરો અને આ ધરતીને પાવન કરો તેવી અમારી આપને આગ્રહપૂર્ણ પ્રાર્થના છે.'
વત્સ! અયોધ્યામાં પ્રવેશ કરીશ, પરંતુ એ પૂર્વે મને શુદ્ધ થવા દે. જ્યાં સુધી મારા પર ચઢેલું લંક દૂર ન થાય ત્યાં સુધી હું નગરમાં પ્રવેશ નહીં કરું.'
લક્ષ્મણજીએ સીતાજીને પુનઃ વંદના કરી અને શ્રી રામ પાસે પહોંચી સીતાજીના સંકલ્પની જાણ કરી. શ્રી રામ તો એ ચાહતા હતા જ. તેઓ સીતાજી પાસે પહોંચ્યા. સીતાજી સિંહાસન પરથી ઊભાં થયાં.
શ્રી રામના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. એ ગંભીરતાનું હાર્દ હતું ન્યાયની નિષ્ઠુરતા. એમને સીતાજી પ્રત્યેનો રાગ અત્યારે ભાગી ગયો હતો.
For Private And Personal Use Only