________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિ-પરીક્ષા
૮૫૫ હું શક્તિમાન બની છું. આવું દુઃખ સંસારમાં કોઈ સ્ત્રીએ ન ભોગવવું પડે, એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.”
સીતાજીની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં. મહારાજા વજજંઘે રૂંધાતા સ્વરે કહ્યું : “હે ભદ્ર, તું જ્યારથી પુંડરીકપુરમાં આવી છે, ત્યારથી મારું, મારા પરિવારનું અને સમગ્ર પ્રજાનું સુખ વધ્યું છે, આનંદ વધ્યો છે. તું અહીંથી જાય છે એ વાત દુઃખદાયી છે, પરંતુ બહેન ભાઈને ઘેર સદા કેવી રીતે રહી શકે?
મહારાજાએ શીધ્ર સમગ્ર નગરમાં સીતાજીના અયોધ્યાગમનના સમાચાર આપ્યા. પ્રજાજનો સમાચાર મળતાં જ સીતાજીના મહેલ પાસે દોડી આવવા લાગ્યા. સીતાજીએ પુત્રવધુઓને સાથે ચાલવા માટે તૈયારી કરવા સૂચવ્યું અને સ્વયં મહેલના ઝરૂખે જઈ, પ્રજાજનોનું અભિવાદન ઝીલવા લાગ્યાં. હજારો સ્ત્રી-પુરુષોની આંખો આંસુભીની થઈ ગઈ હતી.
હવે સીતાજી સદા માટે અયોધ્યા જાય છે. લવ-કુશ એમના પિતાજી પાસે પહોંચી ગયા છે. હવે સીતાજી પુંડરીકપુરમાં નહીં રહે,” પરસ્પર આવી વાતો કરવા લાગ્યા.
મહાદેવી! હવે આપણે ત્વરા કરવી જોઈએ.” સુગ્રીવે બે હાથ જોડી, નમન કરી, વિનમ્ર ભાષામાં કહ્યું : સીતાજીએ બે હાથ જોડી પ્રજાને નમસ્કાર કર્યા અને ઝરૂખામાંથી મહેલમાં આવ્યાં. પુત્રવધૂઓ તૈયાર થઈ ગઈ હતી. મહારાજા વજજંઘના કહેવાથી સીતાજી વજજંઘના અંતઃપુરમાં પણ ગયાં અને રાણીઓને મળી આવ્યાં.
સીતાજી શણગારેલા પુષ્પક વિમાનમાં આરૂઢ થયાં. તેમની પાછળ પુત્રવધૂઓ ચઢી ગઈ અને સહુથી છેલ્લે મહારાજા સુગ્રીવ બેસી ગયા.
મહાસતી સીતાજીનો જય હો!” પ્રજાજનોએ જયધ્વનિ કર્યો. મહારાજાએ બંને હાથ જોડી સહુને વિદાય આપી.
મહારાજાએ વિદાય તો આપી પરંતુ તેઓ ભાવિના ભેદ ક્યાં જાણતા હતા!!! સીતાજીને આ છેલ્લી વિદાય, છેલ્લાં દર્શન કરી રહ્યા હતા, એ તેઓ ક્યાં જાણતા હતા!! અરે, સ્વયં સીતાજીને એ જ્ઞાન ક્યાં હતું કે તેઓ હવે અયોધ્યામાં પ્રવેશ નથી કરવાનાં! વિમાને ગતિ પકડી. અયોધ્યાની દિશામાં સુગ્રીવે પુષ્પક વિમાનને વાળ્યું. અયોધ્યાનાં હજારો સ્ત્રી-પુરુષ સીતાજીની રાહ જોઈ રહ્યાં હતાં.
For Private And Personal Use Only