________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગ્નિ-પરીક્ષા
૮૫૩ બંધાઈ જશે. વિશાળ મંચની શ્રેણી પણ બંધાઈ જશે, જેથી પ્રજાજનો ઊંચે બેસીને પણ જોઈ શકે.”
અને હવે તમે પુંડરીકપુર જવાની તૈયારી કરો.” જેવી આપની આજ્ઞા. આવતી કાલે પ્રભાતે જઈશ.” પુષ્પક વિમાન લઈને જજો. મહાદેવીને મારા તરફથી પણ પુનઃપુનઃ પ્રાર્થના કરીને, અયોધ્યા પધારવા કહેશો. કહેજો કે આપનો બાળ લક્ષ્મણ આપનાં દિર્શન માટે આતુર છે.”
“અવશ્ય કહીશ મહારાજા! મહાદેવીને લીધા વિના પાછો નહીં આવું.”
કપીશ્વર, માતાને અમારા બંનેની યાદ આપજો, પ્રણામ કહેજો અને અવશ્ય માતાને લઈને આવજો. અમે સાથે આવીએ?' કુશ બોલ્યો.
‘તમારો કુશલ-વૃત્તાંત મહાદેવીને નિવેદન કરીશ પરંતુ તમારે સાથે આવવાની જરૂર નથી, તમારા આવવાથી કદાચ..
ના ના, અમારો આગ્રહ નથી. આપ આપની યોજનાનુસાર કાર્ય કરો, એ જ ઉચિત છે,” લવે સુગ્રીવની મૂંઝવણ ટાળી. પુષ્પક વિમાન પુંડરીકપુર તરફ ઊડ્યું.
સુગ્રીવના મનમાં અનેક તર્ક-વિતર્ક ઊઠી રહ્યા હતા. “શું મહાદેવી અયોધ્યા આવવા રાજી થશે? એમના મન પર પડેલો શ્રી રામે કરેલા ત્યાગનો ઘા રુઝાઈ ગયો હશે? એમનું મન શ્રી રામ પ્રત્યે વિરક્ત તો નહીં બની ગયું હોય? પરંતુ ભલેને શ્રી રામ પ્રત્યે તેઓ વિરક્ત બન્યાં હોય, લવ અને કુશ પ્રત્યે તો એમનો સ્નેહ અપરંપાર છે. એમના માટે પણ તેઓ આવશે! પણ ના, કુમારોને તો તેઓ પુંડરીકપુર પણ બોલાવી લે! ના, ના. હું એમને એવી રીતે સમજાવીશ કે તેઓ આવવા તૈયાર થઈ જશે. હા, મારે વાત તો સ્પષ્ટ કરવી જ પડશે કે “શ્રી રામ આપની પાસે “દિવ્ય” કરાવવાના છે!” એમને પાછળથી એમ ન થાય કે સુગ્રીવ મારી સાથે છળ રમી ગયો.' પરંતુ મહાસતીને “દિવ્યનો ભય જ નહીં લાગે.”
પુંડરીકપુર આવી ગયું, પુષ્પક વિમાનને નીચે ઉતારવામાં આવ્યું.
પરિચારિકા સાથે પોતાના આગમનના સમાચાર મોકલ્યા. સીતાજીએ દ્વારે આવીને કપીશ્વરનું સ્વાગત કર્યું. સુગ્રીવે સીતાજીને પ્રણામ કર્યા.
સીતાજીએ સુગ્રીવનો યથોચિત આદર-સત્કાર કર્યો. સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થયા પછી સુગ્રીવે અવસર જોઈ સીતાજી સમક્ષ વાત મૂકી.
For Private And Personal Use Only