________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४८
જૈન રામાયણ આગમનના ઉપલક્ષ્યમાં યોજ્યો છે. તમે સહુએ અહીં પધારીને, મારા આનંદમાં વૃદ્ધિ કરી છે.'
થોડી ક્ષણો મૌનમાં વીતી. મહારાજા સુગ્રીવે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની મૌન સ્વીકૃતિ લઈ, સુગ્રીવે કહ્યું :
મહારાજા સુમિત્રાનંદનનો જય હો. અમે સહુ તો આપના સદૈવના સાથી છીએ. અમે આપના હાર્દિક સ્નેહથી આકર્ષાઈને આવ્યા છીએ. મહાસતી સીતાજીના બે સુપુત્રો લવણ અને અંકુશના પુન:પુન: દર્શન કરવાથી હૃદય તૃપ્તિ અનુભવે છે. એમનાં દર્શન કરું છું ને મહાદેવી સ્મૃતિપટ પર આવે છે.
જ્યાં સુધી મહાદેવી અયોધ્યામાં ન પધારે ત્યાં સુધી હૃદય દુઃખી બન્યું રહેશે.” સુગ્રીવે આંસુભીની બનેલી આંખોને ઉત્તરીયવસ્ત્રથી સાફ કરી અને ગળગળા સ્વરે પુનઃ સુગ્રીવ બોલ્યા :
જ્યારે યુદ્ધભૂમિ પર આ કુમારોના પક્ષે ભામંડલને યુદ્ધ કરતા જોયા તેથી મને આશ્ચર્ય થયું અને એમને પૂછ્યું ત્યારે મહાન આશ્ચર્ય અનુભવ્યું! એ સમયે લવણ-અંકુશની છાવણીમાં બિરાજેલાં દેવી સીતાજીનાં મેં દર્શન કર્યા. એ પાવન મૂર્તિનાં દર્શન કરી, હર્ષ અને વિષાદ અનુભવ્યો. મહારાજા બિભીષણ પણ સાથે હતા. જ્યારથી શ્રી રામ દ્વારા ત્યજાયેલાં મહાસતી, હૃદય પર વેદનાના પાષાણ મૂકીને જીવી રહ્યાં છે, ત્યારથી આ બે કુમારોનાં દર્શન જ એમનું જીવન છે. માટે તે અયોધ્યાપતિ, મારી આપને વિનંતી છે કે દેવી સીતાજીને અયોધ્યા લઈ આવવાં જોઈએ. તે માટે શ્રી રામચંદ્રજીને સમજાવવા જોઈએ, અન્યથા આ કુમારોને મહાસતીજી પાસે મોકલી દેવા જોઈએ. પતિ અને પુત્રો વિના સીતાજી જીવી નહીં શકે.”
સુગ્રીવ સિંહાસન પર બેસી ગયા, પરંતુ એમની વાણીએ સહુનાં હૃદય હલાવી દીધાં, લવ અને કુશ તો રડી જ પડ્યા. ભામંડલ અને બિભીષણની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં. હનુમાનજી ઉદ્વિગ્ન થઈ બોલી ઊઠ્યા :
આ બધું શું બની ગયું, કેવી રીતે બની ગયું તેની મને તો ઘણા સમયે જાણ થઈ. જે થયું છે તે ખૂબ જ અયોગ્ય થયું છે. દેવી સીતાજીને તત્કાળ અયોધ્યા લઈ આવવાં જોઈએ. અયોધ્યાપતિ મને આજ્ઞા કરે તો હું લઈ આવું. મહારાજા સુગ્રીવનું કથન સાવ સત્ય છે. પતિ અને પુત્રો વિના મહાસતી જીવી નહીં શકે.”
લક્ષ્મણજી વિચારમાં પડી ગયા. એમને એ દિવસ યાદ આવી ગયો, જે દિવસે શ્રી રામે સીતાજીના ત્યાગનો નિર્ણય કર્યો હતો. લક્ષ્મણજીએ તેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. શ્રી રામના ચરણોમાં પડીને, આંખોમાંથી આંસુ વહાવીને,
For Private And Personal Use Only