________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧09. લવ-કુશ અયોધ્યામાં . પુત્રોનું પરાક્રમ જોયું. પિતા-પુત્રોનું મિલન જોયું તેથી સીતાજી પ્રસન્ન થયાં અને શીઘ વિમાન દ્વારા પુંડરીકપુર ચાલ્યાં ગયાં.
સુગ્રીવ, બિભીષણ અને ભામંડલ યુદ્ધક્ષેત્ર પર આવ્યા કે જ્યાં પિતા-પુત્રોના સંગમનો મહોત્સવ મંડાયો હતો. બીજા પણ રાજાઓ ત્યાં ભેગા થઈ ગયા હતા. સહુ અભૂતપૂર્વ આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. - ભામંડલે મહારાજા વજજંઘનો પરિચય આપતાં કહ્યું : “હે દશરથનંદન! આ છે મહારાજા વજંઘ! કે જેમણે મહાસતી સીતાને આશ્રય આપ્યો! અને શ્રી રામનંદન લવને પોતાની કન્યા પરણાવી.'
વજઘ, તમે મારે મન ભામંડલ સમાન છો. પરમ ઉપકારી છો. મારા પુત્રને જન્મથી માંડી આજદિનપર્યત મોટા કર્યા. તમારા ઉપકારને હું ક્યારેય ભૂલી નહીં શકું.”
હે જગદ્ગદ્ય મહાપુરુષ, એમાં ઉપકાર શાનો? એક કર્તવ્ય હતું ને મેં કર્તવ્યપાલન કર્યું છે. એથી અધિક કંઈ જ નહીં. ત્યારબાદ મહારાજાએ શ્રી રામને પૃથુનો પણ પરિચય આપ્યો. શ્રી રામ પોતાના બંને વેવાઈઓ સાથે ભેટ્યા અને અયોધ્યાનું આતિથ્ય સ્વીકારવા વિનંતી કરી. શ્રી નારદજી અને સિદ્ધાર્થને પણ અયોધ્યા પાવન કરવા આગ્રહ કર્યો.
સુગ્રીવે લવ-કુશને સંકેતથી સમજાવી દીધું કે “સીતાજી પુંડરીકપુર ચાલ્યાં ગયાં છે.' લવ-કુશ નિશ્ચિત બન્યા.
પુષ્પકવિમાન આવી પહોંચ્યું. શ્રી રામ-લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે લવ અને કુશ વિમાનમાં આરૂઢ થયા. તેમની જ પાછળ મહારાજા વજર્જઘ, પૃથ, બિભીષણ, સુગ્રીવ વગેરે બેસી ગયા. તે સિવાય અયોધ્યાનો સમગ્ર રાજપરિવાર પુષ્પકમાં ગોઠવાઈ ગયો. ખેચરોએ વાજિંત્રોના નાદથી આકાશને ગજવી દીધું. ધીમી ગતિથી પુષ્પાકવિમાન અયોધ્યાના રાજમાર્ગો ઉપરથી પસાર થવા લાગ્યું. હજારો સ્ત્રી-પુરુષો લવ અને કુશને જઈ પ્રસન્ન થવા લાગ્યા. શ્રી રામના જયધ્વનિ સાથે લવ-કુશના નામનો પણ જયધ્વનિ ગુંજવા લાગ્યો. ક્યારેક મહાસતી સીતાના નામનો પણ જયધ્વનિ સંભળાવા લાગ્યો. લવ અને કુશ પ્રથમવાર જ અયોધ્યા જઈ રહ્યા હતા. તેમને વારંવાર માતા સીતા યાદ આવતી હતી. શ્રી રામ વારંવાર કુમારોને સ્નેહાલિંગન આપતા હતા. રાજમહેલે આવ્યા પછી શ્રી રામે મંત્રીમંડલને આજ્ઞા કરી;
For Private And Personal Use Only