________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિષાદ અને હર્ષ .
_૮૪૫ દેવર્ષિ! શું વૈદેહી જીવંત છે? ક્યાં છે?” "હે દશરથકુલશણગાર! દેવી વૈદેહી જીવંત છે!” નારદજીએ મહાસતી સીતાના જંગલમાં કરાયેલા ત્યાગથી માંડીને લવ-કુશનો જન્મ, લગ્ન, દિગ્વિજય... ઇત્યાદિ સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. કલાચાર્ય સિદ્ધાર્થનો પરિચય આપ્યો.
શ્રી રામ વિસ્મય, લજ્જા, ખેદ અને હર્ષની સંયુક્ત લાગણીઓથી મુચ્છિત થઈ ગયા. લક્ષ્મણજી, વિરાધ, કૃતાન્તવદન વગેરેએ તરત જ શીતલ જલચંદનાદિના ઉપચારો કર્યા; મૂચ્છ દૂર થતાં જ શ્રી રામ ઊભા થયા. તેમણે દૂર રથારૂઢ ઊભેલા લવ-કુશને જોયા. શ્રી રામની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. લક્ષ્મણજીની આંખો પણ આંસુભીની થઈ ગઈ.
શસ્ત્રો રથમાંથી ફેંક્યાં અને શ્રી રામ અને લક્ષ્મણ ગતિથી લવ-કુશ તરફ ચાલ્યા. એ અરસામાં શત્રુઘ્ન પણ યુદ્ધભૂમિ પર આવી ગયા હતા.
કુશ, પિતા અને પિતૃત્વ આપણી પાસે આવી રહ્યા છે. આપણે સામે જઈએ.' તરત જ બંને ભાઈઓ રથની નીચે ઊતરી અને શ્રી રામ-લક્ષ્મણ તરફ દોડ્યા, તેમણે શસ્ત્રો દૂર ફેંકી દીધાં. બંને કુમારોએ શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી દીધાં.
ત્યાર પછી લક્ષ્મણજીનાં ચરણોમાં મસ્તકસ્પર્શ કર્યો. શ્રી રામ ભૂમિ પર જ બેસી ગયા. લવ અને કુશને પોતાના ઉત્સંગમાં લીધા. વારંવાર કુમારોના મસ્તકે આલિંગન આપતા શ્રી રામ મોટા સ્વરે રડી પડ્યા. શોક અને સ્નેહની મિશ્ર લાગણીઓએ શ્રી રામના હૃદયને દ્રવિત કરી દીધું.
ચારેય બાજુ રાજાઓ, સેનાપતિઓ અને સુભટો બેસી ગયા હતા. મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુ પાસે જ બેઠા હતા. સહુની આંખો આંસુભીની થઈ ગઈ.
બંને કુમારોને લક્ષ્મણજીએ પોતાના ઉલ્લંગમાં લીધા. બાહુપાશમાં જકડ્યા અને મસ્તકે વારંવાર આલિંગન આપ્યાં. લક્ષ્મણનું વજહૃદય રડી પડ્યું હતું. લવ અને કુશની આંખો પણ આદ્ર બની ગઈ હતી.
શત્રુષ્ણ પોતાના બાહુ પ્રસારીને, કુમારોને પોતાની પાસે લીધા. સ્નેહથી નવરાવી દીધા. યુદ્ધભૂમિ સ્નેહમિલનની ભૂમિ બની ગઈ.
પિતા-પુત્રના મિલનના સમાચાર દેવી સીતાજી પાસે પહોંચી ગયા!
For Private And Personal Use Only