________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
વિષાદ અને હર્ષ કુશ સામે ક્ષણભર વિસ્મયભરી આંખે જોઈ રહ્યા, ત્યાં કુશે લક્ષ્મણજી પર તીરઘાત કરી દીધો, લક્ષ્મણજી મૂચ્છિત થઈને રથમાં ઢળી પડ્યા. વિરાધ ભયભીત બની ગયો. તેણે લક્ષ્મણજીના રથને અયોધ્યા તરફ હંકારી મૂક્યો. - શ્રી રામનું ધ્યાન એ બાજુ હતું જ નહીં. શ્રી રામ તો લવ તરફ જ એકાગ્ર હતા. લક્ષ્મણજીનો રથ અયોધ્યાના દરવાજે પહોંચ્યો, ત્યાં લક્ષ્મણજીની મૂચ્છ દૂર થઈ. તેમણે ચારેય તરફ જોયું તો ન મળે યુદ્ધમેદાન કે ન મળે શત્રુ એવો કુશ! તેમણે વિરાધને બૂમ પાડી :
વિરાધ, આપણે ક્યાં છીએ? શત્રુ ક્યાં છે? તું મને ક્યાં લઈ જાય છે?' “મહારાજા, શત્રુના તીરઘાતથી આપ મૂચ્છિત થઈ ગયા, શત્રુ આપને બંધનગ્રસ્ત કરે એ પૂર્વે, આપને સુરક્ષિત સ્થળે લઈ જવા મેં..”
અરે વિરાધ, તેં અતિ અયોગ્ય પગલું ભર્યું. શ્રી રામનો હું ભ્રાતા અને મહારાજા દશરથનો હું પુત્ર. રણમાંથી ભાગવા જેવું અનુચિત કાર્ય? તું જલ્દી મારા રથને પાછો વાળ, યુદ્ધમેદાન પર લઈ ચાલ. ક્યાં છે શત્રુ? હું હવે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના શત્રનો શિરચ્છેદ કરીશ. આ મારું ચક્રરત્ન અલ્પષણોમાં જ શત્રુનો સંહાર કરશે, મારો રથ પાછો વાળ!”
લક્ષ્મણજીએ ગર્જના કરી. વિરાધ ધ્રૂજી ઊઠ્યો. તેણે રથને પાછો વાળ્યો. પરંતુ એના મનમાં ભય, શંકા અને ચિંતા હતાં. શત્રનું અદ્ભુત પરાક્રમ એણે જોયું હતું. લક્ષ્મણજી જેવાને તીરઘાતથી મૂચ્છિત કરી દેનાર, આવો બીજો પરાક્રમી શત્રુ તેણે જોયો ન હતો. પરંતુ લક્ષ્મણજીની આજ્ઞા આગળ બીજો કોઈ વિકલ્પ ટકી શકે એમ ન હતો. વિરાધે વિરોધ ન કર્યો. તેણે યુદ્ધભૂમિ પર રથને વાળ્યો. યુદ્ધભૂમિમાં પ્રવેશતાં જ લમણજી રોષથી ભભૂકી ઊઠ્યા :
ઊભો રહે દુષ્ટ શત્રુ, તું ક્યાં જાય છે? હમણાં જ ચક્રરત્નથી તારો નાશ કરું છું!”
લક્ષ્મણજીએ ચક્રને આકાશમાં ઘુમાવ્યું, જાણે બીજો જ સૂર્ય ઘુમાવીને તેમણે કુશ ઉપર ચક્રને ફેંક્યું. લવ અને કુશે આવતા ચક્રરત્નને તોડી નાંખવા અનેક શસ્ત્ર પ્રહારો કર્યા, પરંતુ તેમના પ્રયત્ન નિષ્ફળ ગયા. ચક્ર આવ્યું.
અંકુશને પ્રદક્ષિણા દીધી! અને? લક્ષ્મણજીના હાથમાં પાછું પહોંચી ગયું! જ્યાંથી આવ્યું હતું ત્યાં જ પાછું!
For Private And Personal Use Only