________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૨
જૈન રામાયણ હતા. હૃદયમાં શત્રુનાશ કરવાનો ઉત્સાહ ન હતો, ઉલ્લાસ ન હતો. તેમણે કૃતાન્તવદનને કહ્યું.
કૃતાન્ત, મારા રથને બાજુમાં લઈ લે.”
કૃતાન્તવદને રથને લવના રથથી દૂર લીધો. લવની સામે અયોધ્યાના સૈનિકોએ યુદ્ધ કરવા માંડ્યું. શ્રી રામે કૃતાન્તવદનને કહ્યું :
આમ યુદ્ધ ક્યાં સુધી લંબાવવું? તું રથને શત્રુના રથ સાથે ભિડાવી દે, હું ક્ષણવારમાં શત્રુને જીવતો જ પકડી લઉં.”
મહારાજ, અશ્વો થાકી ગયા છે. શત્રુએ અશ્વોને જર્જરિત કરી દીધા છે, તેઓના અંગે અંગમાં તીરો પ્રવેશી ગયાં છે. તેઓને કશાથી (ચાબુક) મારવા છતાં આગળ વધતા નથી. અરે, આ રથ પણ શત્રુના શસ્ત્રોથી ભાગી જવા જેવો થઈ ગયો છે અને આ મારા બંને બાહુઓ આપ જુઓ. તે અશ્વોની લગામ પણ પકડી શકવા શક્તિમાન નથી અને ચાબુક પણ વીંઝી શકાતો નથી. મહારાજા, શત્રુ તરુણ છે તે ખરું, પરંતુ પરાક્રમમાં વરુણને પણ પરાજિત કરે તેવો છે.
“કૃતાન્તવદન, મારા હાથમાં પણ ધનુષ્ય જાણે સરી રહ્યું છે, બહુ શિથિલ પડી ગયા છે. આ વજાવર્ત ધનુષ્ય તો આ શત્રુ સામે કામ જ કરતું નથી! આ મૂશલરત્ન' પણ માત્ર ગાત્રને ખંજાળવા પૂરતું જ કામનું રહ્યું છે કે જેની શક્તિ શત્રુઓનો સમૂલ નાશ કરવાની છે! બીજું મારું પ્રસિદ્ધ “હલરત્ન' નામનું શસ્ત્ર, જેને જોતાં જ ભલભલા શત્રુઓ દૂર ભાગી જાય, એ માત્ર જમીન ખેડવા જેવું હળ બની ગયું છે. મને સમજાતું નથી કે સદૈવ યક્ષદેવોથી અધિષ્ઠિત આ મારાં શસ્ત્રો ને અસ્ત્રો, શત્રુઓની સંહારલીલા સર્જનારાં, આજે એમની આ અવસ્થા કેમ થઈ ગઈ છે?'
શ્રી રામના મુખ પર વિષાદ પથરાયો હતો. કૃતાન્તવદન કિંકર્તવ્યમૂઢ બનીને લવનું યુદ્ધચાતુર્ય જોઈ રહ્યો હતો. શ્રી રામ પણ વારંવાર લવ સામે જોતા હતા. તેઓ બોલ્યા : “સારથિ આ તરુણને જોઉં છું, મને એ શત્રુ જ નથી ભાસતો! મારું મન એના પ્રત્યે આકર્ષાઈ જાય છે. શસ્ત્રો ત્યજી દઈ, એની પાસે જઈ, એને ભેટી લઉં? શું કરું? કેવી એમની સુકોમળ કાયા છે? મુખ કેવું લાલલાલ બની ગયું છે?” શ્રી રામ લવ સામે જોઈ રહ્યા.
જેવી દશા શ્રી રામની લવ સામે થઈ તેવી જ દશા કુશની સામે લક્ષ્મણજીની થઈ! તેમનાં વાસુદેવનાં શસ્ત્રો અને અસ્ત્રો કુશની સામે નિષ્ફળ ગયાં! લક્ષ્મણજી
For Private And Personal Use Only