________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 832 જૈન રામાયણ અને અમારી આ મહાસતી જનનીનો છે.' લવ-કુશ એક સાથે બોલી ઊઠ્યા. મહારાજા વજકંધે લવને કાનમાં વાત કરી. “અન્ય રાજાઓ મહાસતીનાં દર્શન કરવા ચાહે છે. તેઓને બોલાવું? લવ સીતાજી પાસે ગયો ને સીતાજીના બે હાથને પોતાના હાથમાં લઈ કહ્યું : “મા, અમે જે રાજાઓને જીતી આવ્યા છીએ તે રાજાઓ અમારી સતી-માતાનાં દર્શન ચાહે છે, તેઓ આવી રહ્યા છે.' લવે વજજંઘને સંકેત કર્યો, તરત જ મહેલના અન્ય ખંડમાં બેઠેલા રાજાઓને બોલાવવામાં આવ્યા. સહુએ મહાસતીનાં દર્શન ક્ય. સીતાજીએ સહુને આશીર્વાદ આપ્યા અને પોતાના ખંડમાં ચાલ્યાં ગયાં. પુત્રવધૂઓ પણ સીતાજીના ખંડમાં ચાલી ગઈ. સીતાજીના જીવનમાં આ બીજો હર્ષનો દિવસ હતો. પહેલો દિવસ હતો લંકાથી અયોધ્યા આવ્યાં હતાં તે અને આ બીજો દિવસ! આ દિવસે સીતાજી સ્વયં સાસુ છે! પુત્રવધૂઓને કોઈ કષ્ટ ન પડે, કોઈ અસુવિધા ન થાય એ માટે સીતાજીએ ખૂબ કાળજી લેવા માંડી. પુત્રવધૂઓને સીતાજી તરફથી અતિ સ્નેહ અને વાત્સલ્ય મળવા લાગ્યાં. એ સ્નેહ ને વાત્સલ્ય પ્રેમ બનીને લવ-કુશને મળવા લાગ્યો! સીતાજીના અંધકારમય બની ગયેલા જીવનમાં પુન:પ્રકાશ રેલાઈ ગયો. એક નવી જ પરિવાર-સૃષ્ટિમાં એ વિચરવા લાગ્યાં. પુત્રો અને પુત્રવધૂઓ તરફથી તેમને સ્નેહ, આદર અને સન્માન મળતાં હતાં, મહારાજા વજજંઘ તરફથી તેમને માન-સન્માન અને નિર્મળ સ્નેહ મળતાં હતાં. જીવન એટલે તડકો ને છાંયડો! જીવન એટલે વિષ અને અમૃત! પરંતુ છાંયડો થોડો સમય, વધુ સમય તો બળબળતા તડકા જ! અમૃત ઘણું થોડું, બાકી તો હલાહલ ઝેરના જ પ્યાલા! આવા જીવન પર રાગ શા કરવા અને સ્નેહ શા ધરવા? જીવનમુક્ત બનવું એ સાચું છે. આત્મરમણતામાં જ પરમ શાંતિનો-પરમાનન્દનો અનુભવ થાય છે. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. રંગ-રાગ અને ભોગવિલાસમાં સમય ક્યાં પસાર થઈ જાય તે ખબર પણ પડે નહીં. એક દિવસ સીતાજી સિદ્ધાર્થને કહેતાં હતાં : “મારા લવ-કુશ સાક્ષાત રામ-લક્ષ્મણ છે!” આ શબ્દો કુશે સાંભળ્યા. તેને શ્રી રામ યાદ આવ્યા “મારી નિર્દોષ માતાને લોકોના કહેવા માત્રથી જંગલમાં ત્યજી દીધી,' આ વિકલ્પ જાગ્યો. વિકલ્પ સાથે જ રોષ જાગ્યો. કુશ ત્વરાથી લવ પાસે પહોંચ્યો. For Private And Personal Use Only