________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અયોધ્યાના માર્ગે
૮૩૯ આદેશ મળતાં જ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો. સુગ્રીવ, બિભીષણ વગેરે વિદ્યાધરો આકાશમાર્ગે યુદ્ધ કરવા લાગ્યા. ભૂમિસેનાનો વિનાશ કરવા લાગ્યા. લવ-કુશના સૈન્યમાં આકાશમાર્ગે યુદ્ધ કરનારા વિદ્યાધરો ન હતા. ત્યાં ભામંડલે વિચાર્યું : “સુગ્રીવ વગેરે વિદ્યાધરી અવશ્ય લવ-કુશની ભૂમિ સેનાનો નાશ કરશે, માટે મારે યુદ્ધમાં પ્રવેશવું પડશે. સીતાજીને છાવણીમાં રાખીને, ભામંડલે આકાશમાર્ગે લવ-કુશના પક્ષે યુદ્ધ આરંભી દીધું. ઘનઘોર યુદ્ધ જામ્યું.
લવના રથના સારથિ મહારાજા વજજંઘ હતા. કુશના રથના સારથિ પૃથુ મહારાજા હતા. લવે વજજંઘને કહ્યું “પ્રથમ મને રામસૈન્યની મધ્યે લઈ જાઓ.’ વજવંધે લવના રથને રામસૈન્યમાં દોડાવ્યો. લવની જ પાછળ કુશનો રથ દોડી આવ્યો. બંને ભાઈઓએ તીરવર્ષોથી રામસૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો.
સુગ્રીવે ભામંડલને જોયા અને તેમને આશ્ચર્ય થયું. “રામ ભક્ત ભામંડલ શત્રુપક્ષે કેમ?' સુગ્રીવ ભામંડલ પાસે પહોંચી ગયો. ભામંડલને પૂછ્યું : ‘ભામંડલ, આ બે તેજસ્વી કુમારો કોણ છે?
શ્રી રામના પુત્રો!' “હે? સત્ય?' “સાવ સત્ય. દેવી સીતા પણ છાવણીમાં જ છે! “એમ? સુગ્રીવના આનંદની અવધિ ન રહી. સુગ્રીવ બિભીષણ પાસે પહોંચી ગયો. બિભીષણને વાત કરી, બંને રાજાઓ યુદ્ધમેદાન ત્યજીને, ભામંડલને લઈ લવ-કુશની છાવણીમાં પહોંચ્યા, જ્યાં દેવી સીતાજી હતાં!
બંને રાજાઓએ હર્ષથી રોમાંચિત શરીરે સીતાજીને નમસ્કાર કર્યા અને સીતાજીની સામે ભૂમિ પર બેસી ગયા.
ભામંડલ, લવ-કુશ કુશળ તો છે ને?' સીતાજીએ ઉત્કંઠાથી પૂછ્યું. “ઉશ્કેરાયેલા સિંહની જેમ તેઓ રામસૈન્ય પર તૂટી પડ્યા છે, રામસૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો છે..”
શ્રી રામને એમનો પરિચય..” “ના, પરિચય આપવો નથી, કુમારોનું પરાક્રમ જ પરિચય આપશે!' સુગ્રીવે કહ્યું.
પરંતુ જો લક્ષ્મણજી..”
For Private And Personal Use Only