________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮
જૈન રામાયણ ‘સ્નેહ ભીરુતા લાવે છે, આપ અમારા પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને બોલી રહ્યા છે. પૂર્વે આપની આ ભગિની અને અમારી જનની પણ આ પ્રમાણે જ કહેતી હતી, પરંતુ હવે યુદ્ધ ત્યજીને, એ શત્ર જેવા પિતાની શરણાગતિ સ્વીકારવી એ એમના માટે પણ લજ્જાસ્પદ બનશે!' લવે ભામંડલને કહ્યું.
એક બાજુ નારદજીનું ભામંડલ પાસે જવું, ભામંડલનું સીતાજી પાસે આવવું. સીતાજીને લઈ ભામંડલનું લવ-કુશની સૈન્ય-શિબિરમાં આવવું, આ બધું થતું હતું, ત્યારે બીજી બાજુ અયોધ્યામાં આશ્ચર્ય, કુતૂહલ અને રોષ પેદા થઈ રહ્યો હતો.
જ્યારે લવ-કુશના વિશાળ સૈન્ય અયોધ્યાને ચારેય દિશાઓથી ઘેરી લીધી અને સમાચાર શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા ત્યારે તેઓની કલ્પનામાં “આવો કોણ મોટો શત્રુ પાક્યો,' તે ન જ સમજાયું! બંનેને વિસ્મય થયું. બંનેને રોષ આવ્યો. ગુપ્તચરોને મોકલ્યા. વૃત્તાંત સાંભળીને આવ્યા, નિવેદન કર્યું :
મહારાજા! લાખો સુભટોના સૈન્ય અયોધ્યાને ઘેરી લીધી છે. આવા વિશાળ સૈન્યના અધિપતિ બે કુમાર છે, લવ અને કુશ! લોકો તેમને લવ-કુશના હુલામણા નામથી બોલાવે છે. આ સૈન્યમાં દશેક હજાર રાજાઓ આ બે કુમારની સેવા કરે છે!”
ગુપ્તચરોના વૃત્તાંતથી શ્રીરામ-લક્ષ્મણ તર્ક-વિતર્કમાં પડી ગયા. “કોણ હશે એ લવ અને અંકુશ? આ શત્રુનું નામ પણ સાંભળ્યું નથી!” ત્યાં લમણજી ગર્જી ઊડ્યા.
ભલે ગમે તે હોય, એ પતંગિયાઓ આર્યપુત્રની પરાક્રમ-આગમાં પડીને ભસ્મ થઈ જશે. યુદ્ધની તૈયારી કરો.' સેનાપતિ કૃતાંતવદનને લક્ષ્મણે આજ્ઞા કરી.
આ મહાપુરુષો જાણતા નથી કે તેઓ કોની સામે યુદ્ધ કરવા જવાના છે! એ પણ જાણતા નથી કે દેવી સીતાજી અયોધ્યાના સીમાડામાં એક સૈન્ય-શિબિરમાં બેઠેલાં છે!
અયોધ્યામાં યુદ્ધ-ભેરી બજી ઊઠી. લાખો સુભટો યુદ્ધ માટે તત્પર થયા. સુગ્રીવ અને બિભીષણ પણ અયોધ્યામાં હતા. શ્રી રામ-લક્ષ્મણ સાથે તેઓ પણ યુદ્ધસજ્જ બનીને ચાલ્યા. અયોધ્યાના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા. રામસૈન્ય હર્ષનાદો કરતું બહાર નીકળ્યું.
બંને સૈન્યો સામસામાં ગોઠવાયાં.
For Private And Personal Use Only