________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. અયોધ્યાના માર્ગે
નારદજી પર્યટન કરતા કરતા પહોંચ્યા રથનૂપુર નગરમાં. મહારાજા ભામંડલે નારદજીનું યથોચિત સ્વાગત કર્યું અને કુશળપૃચ્છા કરી.
“દેવર્ષિ, હમણાં કઈ બાજુથી પધારવાનું થયું? કોઈ આશ્ચર્યકારી ઘટના? ભામંડલે પૂછ્યું.
ભામંડલ, આર્યભૂમિમાં પર્યટન ચાલ્યા કરે છે. એવી કોઈ આશ્ચર્યકારી ઘટના તો સંપ્રતિ જોઈ નથી, પરંતુ પૃથ્વીપુર નગરમાં તારા બે ભાણેજોએ મહારાજા પૃથુની બુદ્ધિ ઠેકાણે લાવી દીધી' નારદજીના મુખ પર હાસ્ય ફરી વળ્યું.
મારા ભાણોજ? પૃથ્વીપુર નગરમાં? રાજા પૃથુની બુદ્ધિ? દેવર્ષિ, કંઈ સમજાયું નહીં' ભામંડલની ઉત્કંઠા વધી ગઈ.
હા, તારા બે ભાણેજ! દેવી સીતાજીના સુપુત્રો લવ અને કુશ! શું તું જાણતો નથી કે દેવી સીતાજીની શ્રી રામચંદ્રજીએ લોકનિંદાથી ડરીને, જંગલમાં ત્યાગ કર્યો હતો? તે પછી પુંડરીકપુરના રાજા વજજંઘ દેવીને ધર્મભગિની માનીને પોતાના નગરમાં લઈ આવ્યા. દેવી ગર્ભવતી હતાં, પુંડરીકપુરમાં તેમણે બે પુત્રોને જન્મ આપ્યો. મોટા પુત્ર લવ સાથે તો વજજંઘે પોતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું અને કુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથુની કન્યાની યાચના કરી. પરંતુ પૃથુએ કહ્યું : જે કુમારનો વંશ કે કુળ ન જાણતા હોઈએ એને કન્યા કેમ અપાય?' તેથી વજજંઘ રોષે ભરાયા, યુદ્ધ ચડ્યા. યુદ્ધમાં લવ-કુશે અપૂર્વ પરાક્રમ બતાવ્યું ને રાજા પૃથુને પરાજિત કર્યા. પૃથએ પોતાની કન્યા કુશને પરણાવી. પછી રાજસભા ભરાયેલી ત્યાં હું અચાનક જઈ ચડ્યો! પછી મેં જ લવ-કુશના વંશનો પરિચય રાજસભાને આપેલો ત્યારે બધા જ અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા.'
ભામંડલ નારદજીની વાત સાંભળીને, સ્તબ્ધ થઈ ગયા. કારણ કે તેઓ આ બધી વાત જાણતા જ ન હતા! તેમનું હૃદય શોક, ઉદ્વેગ અને સંતાપથી ભરાઈ ગયું. દેવર્ષિ, આપે આ બધું શું કહ્યું? સર્વથા સત્ય?'
ભામંડલ, મને આશ્ચર્ય થાય છે કે તું વર્ષોથી દેવી સીતાજીને મળ્યો જ નથી? જા પુંડરીકપુર નગરમાં, તને સીતાજી મળશે, ત્યાં તને મારી વાતની સત્યતા સમજાશે.”
For Private And Personal Use Only