________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગ્વિજય 833 ‘લવ, અયોધ્યા ક્યારે જવું છે?' લવ કુશ સામે જોઈ મૌન રહ્યો. ‘રામ અને લક્ષ્મણને જોવા નથી મળવું નથી?” કુશના સ્વરમાં રોષ હતો. આપણે મામાને મળીએ.' લવ બોલ્યો. ચાલો અત્યારે જ.” કુશ લવને લઈ મહારાજા વજજંઘ પાસે પહોંચ્યો. વજર્જઘને પ્રણામ કરી, બંને ભાઈઓ વિનયપૂર્વક બેઠા. ઔપચારિક વાતો થઈ ગયા પછી લવ બોલ્યો : મામા, આપે પૂર્વે અમને અયોધ્યા જવાની સંમતિ આપી હતી, યાદ છે?' હા, મેં સંમતિ આપી હતી.' “તો અમને આજ્ઞા આપો. મહારાજા પૃથને સંદેશ મોકલો. લંપાક, રૂસ, કાલામ્બુ, કુત્તલ વગેરે દેશના રાજાઓને યુદ્ધપ્રયાણ માટે આજ્ઞા કરો. યુદ્ધપ્રયાણનાં વાઘ વગડાવો. અમે અમારી માતાને અન્યાય કરનારનું પરાક્રમ તો જોઈએ.' મહારાજા વજજંઘે કહ્યું : “કુમારો, તમે તમારી માતાની અનુમતિ મેળવો. મેં તો અનુમતિ આપેલી જ છે.' આપ સાથે જ ચાલો. માતાની સંમતિ મેળવવી જોઈએ, લવે કહ્યું. બંને કુમારો અને મહારાજા વજજંઘ દેવી સીતાના મહેલે આવ્યા. સીતાજીએ મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ કહ્યું : “દેવી, કુમારો અયોધ્યા જવાનું કહે છે.” “ના, એમ જ નહીં, વિશાળ સૈન્યની સાથે જવું છે, પિતાજીનું પરાક્રમ જોવું છે.' કુશ જરા રોષભર્યા સ્વરે બોલી ઊઠ્યો. સીતાજીની આંખો આંસુભીની થઈ ગઈ. તેઓ બોલી ઊઠ્યાં : નહીં. કુમારો! તમે યુદ્ધનો વિચાર ન કરો. પિતાજી સાથે યુદ્ધ કરાય જ નહીં. તમને આવી અનર્થકારી ઇચ્છા કેમ થઈ? તમારાં કેવા કર્મો જાગ્યાં?” સીતાજીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. તેઓ આગળ બોલ્યાં : ‘તમારા પિતા અને કાકા દેવા માટે પણ જૅય છે. જેમણે રાવણ જેવા રૈલોક્યવીરને પણ હણ્યો છે, તેમની સાથે યુદ્ધ? ના, ના, હું સંમતિ નહીં જ આપું.” માતા, તે તારા કુમારોનું પરાક્રમ ક્યાં જોયું છે? રાક્ષસપતિ રાવણનો વધ કરનાર પિતાજી અને કાકા લક્ષ્મણજી સામે પણ તારા કુમારોને પરાક્રમ બતાવવા દે.” નહીં, નહીં વત્સ, તમે જો રામ-લક્ષ્મણનાં દર્શન કરવાની ઉત્કંઠા ધરાવો For Private And Personal Use Only