________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 831 દિગ્વિજય રામ-લક્ષ્મણના પણ વિજેતા બનીશું!' લવે સીતાજીની દૃષ્ટિમાં દૃષ્ટિ મિલાવીને કહ્યું. ત્યાં કલાચાર્યસિદ્ધાર્થ આવી પહોંચ્યા. બંને કુમારોએ ઊભા થઈ, સિદ્ધાર્થનું સ્વાગત કર્યું અને બેસવા આસન આપ્યું. સિદ્ધાર્થે બંને શિષ્યોને આશીર્વાદ આપ્યા અને કહ્યું : પ્રિય કુમારો, હવે તમે કુમાર નથી રહ્યા, રાજેશ્વર બન્યા છો, ભવ્ય વિજય કરીને આવ્યા છો, પરંતુ હું તો તમને કુમાર જ કહીશ. તમે ધન્ય બન્યા છો ને અમને સહુને ધન્ય બનાવી દીધાં છે. અપૂર્વ વિજય મેળવીને, તમે શ્વેતકીર્તિ ઉપાર્જન કરી છે.” ગુરુદેવ, એ આપનો પ્રભાવ છે. આ જનનીના આશીર્વાદનું અને મામા વજેઘના અદ્દભુત વાત્સલ્યનું ફળ છે.” કુશે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ત્યાં દ્વારપાલે આવીને, નમન કરી નિવેદન કર્યું : માતાજી, મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુ આપના દર્શને પધાર્યા છે.” તરત જ લવ-કુશ અને સિદ્ધાર્થ મહેલના દ્વારે ગયા. બંને રાજાઓનું સ્વાગત કરી, મહેલમાં લઈ આવ્યા. રાજાઓએ સીતાજીને અભિનંદન કર્યું. સીતાજીએ પ્રતિવંદન કરી તેઓને સુયોગ્ય આસને આરૂઢ કર્યા. “સીતે!' વજજંઘ બોલ્યા. આ છે મહારાજા પૃથુ, તેમની પુત્રી તારી પુત્રવધુ છે!' કનકમાલિકા સીતાજીની પાછળ આવીને ઊભી રહી હતી. તેણે તરત સીતાજીનાં ચરણે પ્રણામ કર્યા. આ મદનકુશની ધર્મપત્ની બની છે. વજંઘે વધુ સ્પષ્ટતા કરી, સીતાજીએ પુત્રવધૂને આશીર્વાદ આપ્યા. તેમના હૃદયમાં સંતોષ થયો. ખરેખર મહાસતીજી, આપે પુત્રરત્નોને જન્મ આપ્યો છે. તેઓ બીજા રામલક્ષ્મણ જ છે. વિજયયાત્રામાં આ બે મહાપુરુષોના ગુણો અને પરાક્રમ મેં પ્રત્યક્ષ નિહાળ્યાં. મારું હૃદય હર્ષથી ગદ્ગદ્ થઈ ગયું છે. મારો પુણ્યોદય કે મને આવા જમાઈ મળ્યા.' મહારાજા પૃથુએ કહ્યું. તેમની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ હતી. મહારાજા વજજંઘ પણ આંખો લૂછી રહ્યા હતા. રાજન, એ બધો પ્રભાવ શ્રી અરિહંત ભગવંતનો છે. મહારાજા વજજંઘ જેવા ધર્મબંધુનો છે ને મહર્ષિ સિદ્ધાર્થ જેવા કલાચાર્યનો છે.' સીતાજીએ હર્ષથી ગદ્ગદ્ બનેલા સ્વરે કહ્યું. For Private And Personal Use Only