________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક 103. દિગ્વિજય અને મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુએ પોતાનાં સૈન્યો સુવ્યવસ્થિત કર્યા અને શુભ મુહૂર્ત વિજય પ્રસ્થાન કર્યું. લવ અને કુશના ઉત્સાહની સીમા ન રહી. માર્ગમાં જે જે નાનાં-મોટાં રાજ્યો આવ્યાં, તેમને સરળતાથી સ્વાધીન કર્યાં. કેટલાક રાજાઓ સ્વયે શરણે આવ્યા. શરણાગત રાજાઓને તેમનાં સૈન્ય સાથે લવ-કુશે પોતાની સાથે વિજયયાત્રામાં સમ્મિલિત કર્યા. લોકપુરનગર આવ્યું. લોકપુરનો રાજા કુબેરકાંત અજેય ગણાતો હતો, પરાક્રમી ગણાતો હતો. લવ-કુશે કુબેરકાંત પાસે દૂત મોકલ્યો. શરણે આવી જવા સૂચન કર્યું. પણ કુબેરકાંત અમ શરણાગતિ સ્વીકારે શાનો? યુદ્ધે ચડ્યો. લવ-કુશે એક જ પ્રહરના યુદ્ધમાં કુબેરકાંતને પરાજિત કરી, લોકપુર પર પોતાની આણ પ્રવર્તાવી. કુબેર કાંતે લવ-કુશના અપૂર્વ પરાક્રમને જોયું, તે મુગ્ધ થઈ ગયો. લવ-કુશે કુબેરકાંતને સાથે લીધું. લંપાકિદેશના એક કર્ણ રાજાને પરાજિત કર્યો. વિજયસ્થલી ભ્રાતૃશત રાજાને જીતી લીધું. આગળ વધ્યા અને પવિત્ર ગંગા સામે દેખાઈ. ગંગાની પેલે પાર ઉત્તુંગ હિમાલયના ધવલ શિખરો દૃષ્ટિપથમાં આવ્યાં. લવકુશે ગંગાતટે રાજાઓ સાથે મંત્રણા કરી. ગંગાની પેલે પારના દેશો અંગે માહિતી મેળવી. વિજયયાત્રા ગંગાના પેલે પારના દેશો સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. સૈન્યને આદેશ અપાયો. તરાપાઓ તૈયાર થવા લાગ્યા અને થોડા જ દિવસોમાં વિશાળ સૈન્ય ગંગા નદી ઊતરીને સામે કિનારે પહોંચી ગયું. કલાસની ઉત્તર દિશામાં પ્રયાણ આરંભાયું. સ, કુંતલ, કાવાબુ, નદી, નન્દન, સિંહલ વગેરે દેશો પર વિજયધ્વજ ફરકાવીને લવ-કુશે સિંધુ નદી પાર કરી. સિન્ધના સામે પારના આર્યદેશો અને અનાર્યદેશને જીતી લીધા અને પુંડરીકપુર તરફ પ્રયાણ આરંભી દીધું. લવ-કુશ રાજાઓના પણ રાજા બની ગયા. એક વિશાળ સામ્રાજ્યના સ્વામી બની, તેઓ પુંડરીકપુર આવતા હતા. માતા જાનકી કેટલી પ્રસન્ન થશે તેની કલ્પના પણ બંને ભ્રાતાઓને હર્ષથી ગદ્ગદ્ કરી દેતી હતી. મહારાજા વજજંઘે દૂતને પુંડરીકપુર મોકલી, મંત્રીવર્ગને સંદેશ પહોંચાડી દીધો. મહાસતી સીતાને પણ વૃત્તાંત મળ્યો. સીતાજી પોતાના પ્રાણપ્યારા For Private And Personal Use Only