________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારોનાં લગ્ન વેદના અને રોષની સંયુક્ત લાગણીઓ તણાઈ આવી. તેમણે લવની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને કહ્યું : “કુમારો, અયોધ્યા જવાનું છે પણ એક શરણાગત તરીકે નહીં, સમોવડિયા તરીકે. તે માટે હજુ આપણે કેટલાક દેશો પર વિજય મેળવવો પડશે. એક વિરાટ શક્તિ જાગ્રત કરવી પડશે અને પછી અયોધ્યા તરફ..' સત્ય, સત્ય, પિતાજી, આપનું વક્તવ્ય યથાર્થ છે. લવ-કુશ બોલી ઊઠ્યા. રાજા વજજેઘ! રાજા પૃથુ! અને લવ-કુશ! બે રાજાઓ અને એમના બે જમાઈ એમ ચારની સભાનું આયોજન થયું. મહારાજા પૃથુના મહેલના સભાખંડમાં ચારેય મહાપુરુષો ભેગા થયા. મહારાજા વજજંઘના મનમાં એક ભવ્ય કલ્પના હતી. આજે એ કલ્પનાને સાકાર બનાવવાની યોજના ઘડવાની હતી. મહારાજા પૃથુના ગળે એ કલ્પના અને એને સાકાર બનાવવાની યોજના ઉતારવાની હતી. લવ અને કુશને એના માટે ઉત્કંઠિત કરવાના હતા. મહારાજા વજજંઘે પૃથુ સામેના સંગ્રામમાં લવ-કુશના અદ્વિતીય પરાક્રમને માણ્યું હતું. પુણ્યપ્રભાવના સૂર્યને પૂર્ણરૂપે પ્રકાશતો જોયો હતો. તેમણે લવ-કુશ દ્વારા જ પોતાની ભવ્ય કલ્પનાને સાકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. હા, એમાં એમનો કોઈ સ્વાર્થ ન હતો. એ તો લવ-કુશના જ ઉત્કર્ષને ચાહતા હતા. વળી રાજા પૃથુ જેવા સ્વજન મળી ગયા હતા તેથી વજજંઘના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ હતી. તેમણે કહ્યું : “હે કુમારો, આપણે અહીંથી જ વિજયયાત્રા આરંભવી જોઈએ. તમે પ્રાપ્ત કરેલી કળાઓ, જ્ઞાન અને વિજ્ઞાનનો પ્રયોગ કરી, દેશ-વિદેશ પર વિજય મેળવવો જોઈએ. નિષ્ક્રિય બનીને બેસી રહેવાથી જ્ઞાન-વિજ્ઞાનનો પ્રકાશ મંદ પડી જાય છે. તમારી સાથે વિજયયાત્રામાં હું અને મહારાજા પૃથુ પણ જોડાઈશું.” મહારાજા પૃથુ બોલ્યા : “મહારાજાનું કથન સત્ય છે. વિજયયાત્રામાં હું સાથે જ રહીશ. દિગંતવ્યાપી યશ-કીર્તિ પ્રાપ્ત કરી, કુમારો વિજયમાળા પહેરે, તેવી મારી કામના છે.” લવે કહ્યું : “આપ બંને પૂજ્ય સ્થાને છો. વિજયયાત્રા માટે અમે પણ ઉત્સાહી છીએ. આપ વિજયયાત્રાનો ક્રમ ઇત્યાદિ નક્કી કરો. પ્રશસ્ત દિવસે પ્રસ્થાન કરીએ પરંતુ...' લવે કુશ સામે સૂચક દૃષ્ટિ કરી. For Private And Personal Use Only