________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારોનાં લગ્ન 825 પાસેથી પરિચય અવશ્ય તેમને મળ્યો હતો. તેઓ નારદજી સામે ધારી ધારીને જોતા હતા. નારદજીએ પણ બે-ચાર વાર કુમારી સામે જોઈ લીધું હતું. કહી રાજન, આ રાજાઓની શી જિજ્ઞાસા છે?' નારદજીએ પૂછ્યું. દેવર્ષિ, આ આપની સમક્ષ બેઠેલા બે કમારો લવ અને કુશના વંશને જાણવો છે! આપ આપના શ્રીમુખે એમનો પરિચય આપવા કૃપા કરો.” નારદજીના મુખ પર સ્મિત રમવા લાગ્યું. તેમણે રાજા પૃથુ અને બીજાઓ તરફ વેધક દૃષ્ટિપાત કર્યો. લવ-કુશ સામે જોયું. દૃષ્ટિ મળી અને નારદજી પ્રસન્નતાથી છલકાઈ ગયા. બે ક્ષણમાં સ્વસ્થ બનીને તેમણે વક્તવ્ય ચાલુ કર્યું : આ વિરકુમારોના વંશનો પરિચય જોઈએ છે? આશ્ચર્ય! આ સુપુત્રોના. વંશને કોણ નથી જાણતું? ભગવાન ઋષભદેવ જ વંશના ઉત્પત્તિ-કંદ છે! એમના વંશમાં થયેલા ભરત આદિ ચક્રવર્તીઓને કોણ નથી જાણતું? આ કુમારોના પિતા શ્રીરામચંદ્રજીને કોણ નથી ઓળખતું?” હું? શું આ કુમારો શ્રીરામના સુપુત્રો છે?” રાજા પૃથુ અને બીજા રાજાઓ આશ્ચર્યથી, હર્ષથી, આનંદથી નાચી ઊઠ્યા. ‘હા, રાજેશ્વરો! આ કુમારો શ્રીરામના સુપુત્રો છે. શ્રીલક્ષ્મણ એમના કાકા છે. શ્રીરામ-લક્ષ્મણ કે જેઓ આ કાળના બળદેવ-વાસુદેવ છે, જેમણે લંકાપતિ રાવણને રણમાં રોળ્યો અને સમગ્ર વિદ્યાધર વિશ્વને ઝુકાવી દીધું! જ્યારે આ બંને કુમારો ગર્ભસ્થ હતા ત્યારે શ્રીરામે સીતાજીનો ત્યાગ કરી દીધો હતો. સીતાજી માટે પ્રજામાં પ્રવાદ બોલાતો હતો. જો કે એ એક પયંત્ર જ હતું પરંતુ શ્રીરામે લોકોના કહેવાથી સીતાજીને જંગલમાં ત્યજી દીધાં.” લવની દૃષ્ટિ નીચી હતી. કુશની દૃષ્ટિ નારદજી ઉપર મંડાયેલી હતી, કુશના મુખ ઉપર રોષયુક્ત હાસ્ય ઊપસી આવ્યું. તેણે કહ્યું : દેવર્ષિ, શ્રીરામે ઉચિત ન કર્યું. માતા વૈદેહીનો દારુણ વનમાં ત્યાગ કરી દેવો, એ એમના જેવા માટે સાવ અનુચિત કહેવાય. અપવાદ, નિંદા વગેરેનું નિરાકરણ કરવાના બીજા ઘણા ઉપાયો તેઓ કરી શક્યા હોત. વિદ્વાનું અને વિવેકી એવા શ્રીરામે અયોગ્ય પગલું ભર્યું.' કુમાર, તમારી વાત સત્ય છે. પરંતુ જે બનવાનું હતું તે બની ગયું છે. મહાપુરુષો ભૂલ કરતા હોય છે ત્યારે તેમને કોણ સમજાવી શકે છે? તમારા કાકા લહમણજીએ શ્રીરામને ઘણા સમજાવ્યા હતા, પરંતુ તેઓ ન સમજ્યા. ર્માતિરરશી!” For Private And Personal Use Only