________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 102. કુમાણોનાં લગ્ન માં લવનો લગ્નોત્સવ થઈ ગયા પછી મહારાજા વજજંઘે કુશ માટે કુલીન કન્યાની પરિશોધ શરૂ કરી. તેમની દૃષ્ટિમાં પૃથ્વીપુર આવ્યું. મંત્રીઓને પૃથ્વીપુર મોકલી, ત્યાંના નરેશ પશુની પુત્રી કનકમાલિકાની માંગણી કરી. પરંતુ રાજા પૃથુએ માંગણી ન સ્વીકારી! એમ કહીને ન સ્વીકારી કે જેનો વંશ ન જાણતા હોઈએ એને પોતાની પુત્રી કેવી રીતે અપાય?” જ્યારે મંત્રીઓએ રાજા વજજંઘને આ વાત કહી, રાજાને રોષ આવ્યો. જ્યારે લવ-કુશને સમાચાર મળ્યા, ત્યારે તેઓ રોષથી ધમધમી ગયા. વજજંઘે યુદ્ધની ઘોષણા કરી. રાજા પૃથુ પણ યુદ્ધ માટે તૈયાર હતા. લવ અને કુશને યુદ્ધમાં નહીં જવા સમજાવવામાં આવ્યા. પરંતુ એ વીર કુમારો રોકાય શાના? એમણે વજજંઘને કહ્યું : હે જ્યેષ્ઠ, પૃથને અમારા વંશનો પરિચય આપવા અમને જ જવા દો. અમારા વંશનો પરિચય યુદ્ધના મેદાન પર જ અમે આપીશ! બંને કુમારોનો દઢ આગ્રહ જોઈ, સીતાજીએ વિજયતિલક કર્યું અને રાજા વજજંઘની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું. રાજા પૃથુનું સૈન્ય પણ પૃથ્વીપુરનગરના બાહ્યપ્રદેશમાં સજ્જ બનીને ઊભું હતું. બંને સૈન્યો વચ્ચે તુમુલ યુદ્ધ જામી પડવું. પૃથુના સૈન્ય વજજંઘના સૈન્યને બે પ્રહરમાં જ પરાજિત કરી દીધું. સૈનિકો ચારેય દિશામાં નાસભાગ કરવા લાગ્યા, લવ-કુશે આ દશ્ય જોયું. અત્યાર સુધી બંને કુમારો યુદ્ધ નિહાળી રહ્યા હતા. સૈન્યનો પરાજય જોઈ, બંને કુમારોએ યુદ્ધમાં ઝંપલાવ્યું. અપૂર્વ યુદ્ધકૌશલ અને અદ્ભુત વીરતાથી, તેમણે સૈન્યમાં ચૈતન્યસંચાર કર્યો. નાસભાગ કરતા સૈનિકો અટકી ગયા અને કુમારોની યુદ્ધપ્રવીણતા પર મુગ્ધ બની ગયા. લવ-કુશે પરાજયને વિજયમાં પલટી નાંખ્યો. રાજા પૃથુ ભાગવા લાગ્યા. લવ-કુશે પૃથુ સામે વિજયી-સ્મિત કરતાં કહ્યું : રાજન! અમારા કુલ-વંશ તો જાણતા નથી તો યુદ્ધમાંથી કેમ ભાગવા માંડ્યું? તમે તો પ્રસિદ્ધ કુલ-વંશવાળા છો!' રાજા પૃથુ ઊભા રહી ગયા. લવ-કુશની સામે, નતમસ્તકે ઊભા રહી તેમણે કહ્યું : For Private And Personal Use Only