________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ અને કુશ 821 ‘નિઃસંકોચ કહો.” શશિચુલાનો વિવાહ લવ સાથે કરવાની મારી ઇચ્છા છે.” સીતાજી વજજંઘના પ્રસ્તાવથી વિચારમાં પડી ગયાં. શશિચૂલા વજજંઘની પુત્રી હતી. સુયોગ્ય હતી. અવારનવાર શશિચૂલા સીતાજીના પરિચયમાં આવતી હતી. રૂપ અને ગુણનો એનામાં સુભગ સંયોગ થયેલો હતો. પરંતુ અત્યારે લવનો વિવાહ કરવો કે નહીં, એ વિચારથી સીતાજી મૌન રહ્યાં. દેવી, કેમ મૌન રહ્યાં? પ્રસ્તાવ ન ગમ્યો?' વજબંઘે પૂછ્યું. “મારે શો વિચાર કરવાનો છે? આપે જ વિચાર કરવાનો છે અને જેમ યોગ્ય લાગે તેમ કરવાનું છે, આપના હૃદયે એ બાળકોનું હિત વસેલું છે.” શશિચૂલા અને બીજી બત્રીસ કન્યાઓ સાથે લવનો વિવાહ કરીએ.” વજ જંઘે સીતાજીની સંમતિ લઈ લીધી. એમનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. ત્યાંથી તેઓ સીધા જ મહારાણી લક્ષ્મીવતી પાસે ગયા. લક્ષ્મીવતીને પોતાની ભાવના જણાવી. લક્ષ્મીવતી પ્રસન્ન થઈ ગઈ. લવ જેવો સુયોગ્ય કુમાર બીજે શોધ્યો જડે એમ ન હતો. શશિચૂલાને પણ વાત જાણવા મળી. તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. વર્ષોથી તે લવને જોતી હતી. લવ પ્રત્યે એનું આકર્ષણ વધતું જ હતું. બીજી બાજુ સીતાજીએ લવને પોતાની પાસે બેસાડીને, રાજા વજજંઘની વાતથી પરિચિત કર્યો. લવ લજ્જાથી શરમાઈ ગયો. તેણે કહ્યું : માતા, જે તને ગમે તે મને ગમે. આવી વાતમાં મને પૂછવાનું ન હોય.' “વત્સ, હું જાણું છું કે તું મારી આજ્ઞા ન ઉથાપે. પરંતુ વિવાહ જેવી વાતમાં તને વાત કરવી જોઈએ. મહારાજા વજજંઘના પ્રસ્તાવને જો કે મેં સ્વીકારી જ લીધો છે, કારણ કે તેઓના આપણા પર અનહદ ઉપકાર છે. વળી તેમનો પ્રસ્તાવ પણ ઉચિત લાગ્યો, શશિચૂલા સુયોગ્ય કુમારી છે.'' ત્યાં સિદ્ધાર્થ આવી પહોંચ્યા. લવે ઊભા થઈ અભિવાદન કર્યું. સીતાજીએ પ્રણામ કર્યા. લવે સિદ્ધાર્થને આસન પ્રદાન કર્યું. સિદ્ધાર્થે આશીર્વાદ આપ્યા. સીતાજીએ સિદ્ધાર્થને ઉદ્દેશીને કહ્યું : હે મહાપુરુષ, મહારાજા વજજંઘે લવનો વિવાહ નક્કી કર્યો છે! રાજ કુમારી શશિચૂલા સાથે.” દેવી, મહારાજાનો નિર્ણય સુયોગ્ય છે. શશિચૂલા લવ માટે સુયોગ્ય કુમારી છે.' For Private And Personal Use Only