________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 822 જૈન રામાયણ સીતાજી વિચારમાં ખોવાઈ ગયાં હતાં. લવ જમીન પર દષ્ટિ સ્થાપીને બેઠો હતો. દેવી, આપ શું વિચારમાં પડી ગયાં?' દેવર્ષિ, વિચાર શું કરું? મનમાં વિચારો આવ્યા જ કરે છે. લવના વિવાહમાં એના પિતાજી નહીં હોય, લક્ષ્મણ નહીં હોય,' સીતાજીની આંખો ભીની થઈ ગઈ હતી. દેવી, તમે એ વિચારીને ત્યજી દો. લવ-કુશને એમના પિતાજીનું મિલન સ્વાભાવિક જ થશે. હવે બહુ સમય નથી! હમણાં તો લવનો વિવાહ-મહોત્સવ ઊજવાઈ જવા દો.” ત્યાં સિદ્ધાર્થને મહારાજા વજજંઘનું તેડું આવ્યું. સિદ્ધાર્થ ઊભા થયા. સીતાજીએ ઊભા થઈ અભિવાદન કર્યું. લવ મહેલના દ્વાર સુધી વળાવવા ગયો. સિદ્ધાર્થે લવ સામે વાત્સલ્યભરી દૃષ્ટિ કરી. લવ શરમાઈ ગયો. મહારાજાએ સિદ્ધાર્થનું સ્વાગત કર્યું. વિવાહ અંગે વાર્તાલાપ કર્યો. વિવાહમહોત્સવનો દિવસ નક્કી કર્યો. દિવસ આવી લાગતાં મહોત્સવ મંડાયો. ભવ્ય ધામધૂમથી શશિચૂલા અને બીજી બત્રીસ કન્યાઓનું લવે પાણિગ્રહણ કર્યું. પુત્રવધૂઓએ સીતાજીના ચરણે વંદના કરી. 0 0 0 For Private And Personal Use Only