________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 834. જૈન રામાયણ છો તો તમે વિનીત બનીને જ જાઓ. “પૂન્ય ફિ નિચોડતિ' પૂજ્ય પુરુષો સમક્ષ વિનય જ શોભે.” વિનય? કોનો? શ્રીરામનો વિનય થાય જ કેવી રીતે? શત્રનો વિનય? જેણે અમારી માતાને અન્યાય કર્યો છે, તે અમારા શત્રુ છે, પછી ભલે તે પિતા હોય, કાકા હોય, કોઈ પણ હોય. એનો અમે વિનય કેવી રીતે કરીશું? એ નહીં જ બને.” કુશ ગર્જી ઊઠ્યો. ના, ના મારા પ્રિય પુત્રો, તમારા પિતાજીનો કોઈ દોષ જ નથી. જ્યાં મારાં જ કર્મ વાંકાં હોય ત્યાં એ શું કરે?” સીતાજીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. તો શું અમે ત્યાં જઈને એમ કહીશું કે “અમે તમારા પુત્રો છીએ?' આવું કહીને, ત્યાં જઈને ઊભા રહેવું, તે તેમના માટે પણ લજ્જાસ્પદ બનશે! માટે માતા, તું અમને રોક નહીં. યુદ્ધનું આહ્વાન જ પરાક્રમ એવા અમારા પિતાજીને આનંદદાયી લાગશે! એ જ બંને પક્ષની કીર્તિને વધારનારું બનશે! તું ચિંતા ન કર.' લવે માતાના મનનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો. સીતાજીનું મન જરાય માનવા તૈયાર ન હતું. “પુત્રો પિતા સામે યુદ્ધે ચડે? કદાચ અનર્થ થઈ જાય તો?” સીતાજીનું હૃદય ઘોર વ્યથા અનુભવવા લાગ્યું. લવ અને કુશે સીતાજીને પ્રણામ કર્યા અને ઝડપથી તેઓ મહેલનાં પગથિયાં ઊતરી ગયા. સીતાજી “લવ-કુશ..., લવ-કુશ...,' બોલતાં મૂચ્છિત થઈ ગયાં. તરત જ પુત્રવધૂઓએ શીતોપચાર કર્યા. મૂચ્છ દૂર થઈ. મહારાજા વજજંઘે સીતાજીને આશ્વાસન આપતાં કહ્યું : દેવી, તું ચિંતા ન કરીશ. હું અને મહારાજા પૃથુ યુદ્ધમાં સાથે જ જઈશું. તારા લાડકવાયાઓને જરાય આંચ નહીં આવવા દઈએ. હવે કુમારોને રોકી શકાય એમ નથી.' મહારાજા પૃથુ પુંડરીકપુર આવી ગયા હતા. અન્ય રાજાઓને અયોધ્યા તરફ યુદ્ધપ્રયાણનો આદેશ આપવામાં આવ્યો. કુતૂહલ, વિસ્મય અને ભયથી અનેક રાજાઓ લવ-કુશ સામે જોઈ રહ્યા. યુદ્ધની ભેરીઓ બજી ઊઠી. હજારો રાજાઓ અને લાખો સૈનિકો સાથે લવ-કુશે અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું. 0 0 0 For Private And Personal Use Only