________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 824 જૈન રામાયણ આપના આ અદ્ભુત પરાક્રમથી જ આપનો વંશ મેં જાણી લીધો. મહારાજા વજજંઘે કુશ માટે મારી કન્યાની માગણી, સાચે જ મારા હિત માટે કરી હતી, એમ મને લાગે છે. આવો વર શોધ્યો પણ ન જડે! હું મારી કન્યા કનકમાલિકા કુશને આપું છું!' ત્યાં મહારાજા વજજંઘનો રથ આવી પહોંચ્યો. લવ અને કુશ રથમાંથી ઊતરી, વજજંઘને નમસ્કાર કરી ઊભા. વજકંધે બંને કુમારોને પોતાના બાહુપાશમાં લઈ સ્નેહ વરસાવ્યો. “હે વીરકુમારો, તમે આજે દેવોને પણ ઈર્ષ્યા કરાવે તેવી સંગ્રામ કર્યો છે. તમારા માતાપિતાના કુળને ઉજ્જવલ બનાવ્યું છે! ત્યાં પૃથુરાજા પાસે આવ્યા. તેમણે મહારાજા વજજંઘને પ્રણામ કરીને કહ્યું : હે મહારાજા, આપ મારો અવિનય ક્ષમા કરો. બંને કુમારોની અપૂર્વ વીરતાથી, મેં એમના વંશને જાયા છે. પુત્રી કનકમાલિકી હું વીરકુમાર કુશને આપું છું.' રાજન્! તમને ધન્યવાદ છે, પરાજય પછી પણ આપને બુદ્ધિની પ્રાપ્તિ થઈ.” રાજા પૃથુએ કનકમાલિકાનો વિવાહ-ઉત્સવ માંડ્યો. મહારાજા વજજંઘે અનેક રાજા મહારાજાઓને નિમંત્રણ મોકલ્યાં. રાજા પૃથુએ પણ આમંત્રણ પાઠવ્યાં. ભવ્ય આડંબરપૂર્વક કુશે કનકમાલિકાનું પાણિગ્રહણ કર્યું. લગ્નોત્સવ થયા પછી મહારાજા વજજંઘની અધ્યક્ષતામાં રાજસભા ભરાઈ. ત્યાં આકાશમાર્ગે નારદજી રાજસભામાં આવી પહોંચ્યા! “પધારો, પધારો દેવર્ષિ મહારાજા વજજંઘે સિંહાસન ઉપરથી ઊભા થઈ સ્વાગત કર્યું. કુશલ હો રાજન!” નારદજીએ આશીર્વચન ઉચ્ચાર્યા. નારજીને બેસવા માટે આસન આપવામાં આવ્યું. રાજાઓએ અને રાજકુમારોએ દેવર્ષિનું અભિવાદન દેવર્ષિ, આપ અહીં પધાર્યા છો તો આ રાજાઓની એક જિજ્ઞાસાને સંતોષવા કૃપા કરો.' રાજા વજજંઘે નારદજી સોમે સૂચક દૃષ્ટિ કરતાં કહ્યું. વજજંઘની બાજુમાં જ રાજકુમારો લવ અને કુશ બેઠા હતા. તેમણે પણ નારદજીનું અભિવાદન કર્યું હતું અને નારદજીએ બંનેના મસ્તકે હાથ મૂકી, આશીર્વાદ આપ્યા હતા. લવ-કુશ પ્રથમ વાર જ નારદજીનાં દર્શન કરતા હતા. નારદજી અંગે સિદ્ધાર્થ For Private And Personal Use Only