________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 826 જૈન રામાયણ બ્રહ્મર્ષિ, પોતાના યશની રક્ષા કરવા માટે એક મહાસતીના જીવનને નષ્ટ કરી દેવું તે શું ન્યાય છે? અમે જાણીએ છીએ કે પિતાજીએ પોતાના યશની રક્ષા માટે જ અમારી જનનીને વન્ય પશુઓ સામે ફેંકી દીધી હતી, પરંતુ “ધર્મો રક્ષતિ રક્ષિત' ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે. અમારી માતાના સતીત્વે જ માતાની રક્ષા કરી, અમારી રક્ષા કરી ને એ ભીષણ ‘સિંહનિનાદ” વનમાં મહારાજા વજજંઘ જેવા પરનારીસહોદર મહામના મહાપુરુષ મળી ગયા અને સુયોગ્ય આશ્રય મળી ગયો, અન્યથા શું થાત, એનો વિચાર પણ ધ્રુજાવી દે છે.” કુશે પોતાનું હૃદય ખોલી નાખ્યું. નારદજીએ કુશની વાત ધ્યાનપૂર્વક શ્રવણ કરી, ત્યાં લવ બોલી ઊઠ્યો : બ્રહ્મર્ષિ, આપ એ કહો કે એ નગર અહીંથી કેટલું દૂર છે કે જ્યાં અમારા તાત એમના અનુજ લક્ષ્મણ સાથે બિરાજે છે?' “વત્સ! વિશ્વશ્રેષ્ઠ એવા તાત અયોધ્યામાં બિરાજે છે. અહીંથી એ પ્રસિદ્ધ નગર એકસો આઠ યોજન દૂર છે. નારદજીએ લવ સામે દૃષ્ટિ કરી. લવના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. નારદજી લવના હૃદયને સમજવા પ્રયત્ન કરવા લાગ્યા. એમને લાગ્યું કે લવનું હૃદય માત્ર અયોધ્યા જવા જ નથી ઇચ્છતું, પરંતુ વૈદેહીને થયેલા અન્યાયનો પ્રતિકાર ઝંખે છે. માતા પ્રત્યે ક્રૂર વર્તાવ કરનાર પિતા પ્રત્યે એના હૃદયમાં રોષ છે. રાજસભાનું વિસર્જન થયું. સહુનાં મન, તેમાંય કનકમાલાનું મન નાચી ઊઠ્યું. કનકમાલાની માતાની પ્રસન્નતાની હદ ન રહી. નગરની સેંકડો સ્ત્રીઓએ આવીને, કનકમાલાને અભિનંદન આપ્યા. હું શ્રી રામની પુત્રવધૂ બની છું!' આ વિચારે કનકમાલાના ગૌરવમાં અપૂર્વ વૃદ્ધિ કરી. લવ અને કુશ ભોજનાદિથી નિવૃત્ત થઈ, મહારાજા વજજંઘ પાસે પહોંચ્યા. બંને કુમારોને વાત્સલ્યથી પાસે બેસાડીને મહારાજાએ વાર્તા-વિનોદ કર્યો. વાતવાતમાં અવસર શોધી, લવે વજજંઘને કહ્યું : “હે તાતપાદ, અમે અયોધ્યા જવા ઇચ્છીએ છીએ. શ્રીરામ-લક્ષ્મણનાં દર્શન કરીએ!” લવે કુશ સામે જોઈ, કુશની પણ સંમતિ મેળવી લીધી. વત્સ, તમારે જવાનું જ છે. હું પણ ચાહું છું કે તમે તમારા વિશ્વવિજયી પિતાનાં દર્શન કરો, પરંતુ..વજજંઘ અચકાઈ ગયા. કેમ આપ બોલ્યા નહીં?' કુશે આગ્રહ કર્યો. વજબંઘના મુખ પર દુઃખ, For Private And Personal Use Only