________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 830 જૈન રામાયણ પુત્રોને જોવા ઉત્કંઠિત બની ગયાં. મંત્રીઓએ સમગ્ર નગરને શણગારી દીધું. નગરજનોએ ઉત્સવનું વાતાવરણ સર્જી દીધું. અનેક રાજ-રાજેશ્વરો સાથે, અપૂર્વ વિજયયાત્રા પૂર્ણ કરીને, આવી રહેલા લવ અને કુશનું ભવ્ય સ્વાગત કરવા, લાખો દેશવાસીઓ પુંડરીકપુર એકઠા થયા. મંત્રીવર્ગે અભુત નગર-પ્રવેશનું આયોજન કર્યું હતું. સહુથી અગ્રસ્થાને ગગનચુંબી વિજયધ્વજ શ્વેત અશ્વો વહી રહ્યા હતા. ત્યાર પછી વિવિધ વાદ્યોને બજાવતું વાદકવૃંદ સુંદર વેશભૂષામાં સજજ બનીને ચાલતું હતું. એમની પાછળ એકસો આઠ શણગારેલા હાથીઓ બે બેની પંક્તિમાં ચાલી રહ્યા હતા. ત્યારબાદ નૃત્યકારોનું વૃંદ ચાલતું હતું અને તેમની પાછળ એક વિશાળ રથમાં મહારાજા વજકંધ આરૂઢ થયેલા હતા. તેમની પાછળ એક અત્યંત સુશોભિત રથમાં લવ અને કુશ બિરાજિત થયેલા હતા. ત્યાર બાદ મહારાજા પૃથુનો રથ હતો. એમની ચાર ચાર પંક્તિમાં અન્ય આજ્ઞાંકિત રાજાઓ હતા. રાજાઓની પાછળ સૈન્યના વિજેતા પરાક્રમી સેનાપતિઓ અશ્વારોહી બનીને, પ્રસન્ન મુદ્રામાં ચાલી રહ્યા હતા. સૌથી પાછળ હજારો વિજય ઘેલા સૈનિકો અપૂર્વ હર્ષથી શસ્ત્રસજ્જ બનીને નગરના રાજમાર્ગોને ધમધમાવી રહ્યા હતા. નગરના અગ્રગણ્ય પુરુષોએ મહારાજા વજજંઘનું અને કુમારો લવ-કુશનું સ્નેહભીનું સ્વાગત કર્યું. રાજમાર્ગો પર લાખો સ્ત્રી-પુરુષોએ અક્ષત, પુષ્પ અને ગુલાલની વૃષ્ટિ કરી, સ્વાગત કર્યું. “અહો! ધન્ય છે મહારાજા વજજંઘને, કે જેમના આવા દિગ્વિજયી ભાણેજ લવ-કુશ છે! ધન્ય છે દેવી સીતાને, જેણે આવા દેવકુમારોને જન્મ આપ્યો!' ઠેરઠેર લોકોના મુખેથી પ્રશંસાનાં પુષ્પો ખરવા લાગ્યાં. સ્થળે સ્થળે કુમારોના નામનો જયધ્વનિ થવા લાગ્યો. પુંડરીકપુર હર્ષઘેલું બની ગયું હતું. લવ અને કુશનો પુણ્યોદય સોળે કળાયે ખીલી ઊઠ્યો હતો. રાજપરિવારમાં આનંદ-આનંદ છવાઈ ગયો હતો. આ બધું જોઈ સાંભળીને, સીતાજી નિઃસીમ આનંદમાં ડૂબી ગયાં હતાં. ત્યાં સ્વાગતરાજસભામાંથી નિવૃત્ત થઈ, લવ-કુશ આવીને સીતાજીનાં ચરણોમાં મસ્તક મૂકી દીધાં, ત્યારે સીતાજીએ બંને પુત્રોના મસ્તકે હર્ષના આંસુઓથી અભિષેક કર્યો અને વારંવાર આલિંગન આપવા લાગ્યાં. મારા પ્રિય પુત્રો, તમે રામ-લક્ષ્મણ સમાન બનો!” બંને પુત્રોને માથે હાથ મૂકી સીતાજીએ આશીર્વાદ આપ્યા. “વિશ્વપાવની માતા, તારા આશીર્વાદથી અમે રામ-લક્ષમણની તુલ્ય જ નહીં, For Private And Personal Use Only