________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G૦. કાગ અને વૈરાગ્ય અને
મહોત્સવો પૂર્ણ થઈ ગયા હતા. દર્શનાર્થીઓનો પ્રવાહ મંદ થઈ ગયો હતો. પ્રજા એના નિત્ય વ્યવસાયમાં પ્રવૃત્તિશીલ થઈ ગઈ હતી. ભરતનું મન હવે શ્રી રામ સમક્ષ પોતાનો નિર્ણય જાહેર કરવા તત્પર બની ગયું હતું. અને એક દિવસ ભરત શ્રી રામ સમક્ષ પહોંચી જ ગયા.
શ્રીરામ લક્ષ્મણજી સાથે બેઠા હતા. વાર્તાલાપ ચાલી રહ્યો હતો. ત્યાં ભરત આવી પહોંચ્યા. “આવ ભરત, અમે તારી જ વાત કરી રહ્યા હતા. તારા રાજ્યકાળમાં પ્રજાએ કેટલી ઉન્નતિ સાધી છે!'
આર્યપુત્રનું કથન સાવ સત્ય છે, ભરત! મંત્રીવર્ગ અને મહાજન તારી કુશળતાની મુક્તમને પ્રશંસા કરે છે. લક્ષમણજીએ શ્રી રામની વાતને પુષ્ટી કરી આપી.
પરંતુ ભરત? તેમની દષ્ટિ જમીન પર મંડાણી હતી. તેઓ કંઈ ન બોલ્યા. ભરત, તારું સ્વાથ્ય કુશળ છે ને? તારા મુખ પર કંઇક ગ્લાનિ..'
“હે પૂજ્ય, આ શરીરનું સ્વાએ ચંચળ છે અને હર્ષ-વિષાદ એ તો ધંધો છે. હું આ સમગ્ર વિશ્વને જોઉં છું, ત્યારે સમગ્ર વિશ્વ મને સ્વપ્નવતું ભાસે છે.”
શ્રીરામ અને લક્ષ્મણ ભારતના મુખ સામે જોઈ રહ્યા. ભરતના શબ્દોનો મર્મ એ પામી શક્યા. ભરત બોલ્યા :
“હે આર્યપુત્ર, એ દિવસે. જ્યારે આપણને સહુને પિતાજીએ બોલાવીને પોતાની સંસારત્યાગની વાત કહી હતી, ત્યારે જ મેં પણ મારી સંસાર-ત્યાગની ભાવના વ્યક્ત કરી હતી. પરંતુ દુર્ભાગ્ય મારું કે હું પિતાજીની સાથે એ ત્યાગ ન કરી શક્યો. આપની આજ્ઞા મારા માટે અલંધ્ય હતી. આપની આજ્ઞાથી જ હું આટલાં વર્ષો સુધી આ મહેલોમાં બંધાયેલો રહ્યો, આ રાજસિંહાસને બેસી રહ્યો. મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. હવે હું આ બંધનોમાં અકળાયેલો છું, મારું મન, મારો અંતરાત્મા નિબંધન થવા તીવ્ર ઝંખના કરે છે.'
શ્રી રામ આંખો બંધ કરી, ભરતના શબ્દો સાભંળી રહ્યા હતા. લક્ષ્મણજી ખૂબ ગંભીરતાથી ભરતને સાંભળી રહ્યા હતા. ભરતે શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું અને બોલ્યા.
હે પૂજ્ય, મને અનુજ્ઞા આપો. હું અણગાર બનું, મુનિ બનું, રાજપાટનો ત્યાગ કરી, વન-જંગલોમાં રહી, આત્મધ્યાન કરું. મને અનુજ્ઞા આપો. રાજ્યની
For Private And Personal Use Only