________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
જૈન રામાયણ ભરતના સંસારત્યાગના નિર્ણયને સાંભળી, પરિચારિકાઓ વ્યથિત થઈ, સીતાજી પાસે દોડી ગઈ. સીતા, વિશલ્યા આદિ રાણીઓ આવાસગૃહમાં હતી.
દેવી, મહારાજા ભરતે સંસારત્યાગ કરવા નિશ્ચય કર્યો છે, પરિચારિકાઓ રડી પડી. સીતાજી અને વિશલ્યા વગેરે સ્તબ્ધ થઈ ગયાં.
શું તું સત્ય કહે છે ? ભરતજી ચારિત્ર લેવા તત્પર બની ગયા છે?' ઉત્સુકતા, વ્યગ્રતા અને વ્યથાથી સીતાજી કંપી ઊઠ્યાં.
“હા મહાદેવી, તેઓ તો ચાલ્યા પણ જતા હતા, પરંતુ લક્ષ્મણજીએ પકડી લીધા છે. આર્યપુત્ર ચોધાર આંસુએ રડી રહ્યા છે. લક્ષ્મણજીની આંખો..”
સીતાજી, વિશલ્યા અને બીજી રાણીઓ જરાય વિલંબ કર્યા વિના ત્યાંથી દોડી અને જ્યાં શ્રીરામ, લક્ષ્મણજી અને ભરત હતા ત્યાં આવી પહોંચી. શ્રીરામ અને લક્ષ્મણ એક બાજુ ઊભા રહી ગયા. રાણીઓએ ભરતને ઘેરી લીધા. ભરતજીની એ ભાભીઓએ ભરતનો ચારિત્ર લેવાનો આગ્રહ ભુલાવી દેવાનો નિર્ણય કર્યો.
દેવરજી! તમારે ચારિત્ર લેવું હોય તો ભલે લેજો, પણ અમારી એક વાત તો તમારે માનવી જ પડશે. માનશો ને?' વિશલ્યાએ ભરતને પૂછયું. પરંતુ ભરત તો મૌન! એમણે તો વિશલ્યાની સામે પણ ન જોયું.
“ભલે તમે મૌન રહો, પરંતુ અમે અહીંથી જવાના નથી. અમારી વાત તમારે માનવી પડશે. એકવાર અમારી સાથે જલક્રીડા કરો! શું અમને એટલો પણ આનંદ નહીં આપો?' વિશલ્યાએ ભરતના બે હાથ પકડી, ભરતને ઢંઢોળ્યા! ભરતના મુખ પર સ્મિત ચમકી ગયું! ભાભીઓએ એ સ્મિતમાં ભારતની સ્વીકૃતિ માની અને પોતાનો વિજય!”
વિરક્ત ભરતજીને જલક્રીડા કરવા ભાભીઓએ સરોવરમાં ઊતાર્યા! શ્રીરામ અને લક્ષ્મણજીએ નિરાંત અનુભવી: “હવે ભરત થોડા દિવસ તો અવશ્ય સંયમની વાત ભૂલી જશે.' પરંતુ જે ભરત વર્ષો સુધી રાજ્ય કરવા છતાં વિરક્ત રહી શક્યા, તે ભરત ઘડીબેઘડીના જલક્રીડામાં રાગી બની શકે ખરા? વિશલ્યા વગેરેએ અતિ હર્ષથી ભારતની સાથે જલક્રીડા કરી, ભરતના વૈરાગ્યને ભૂંસી નાખવા એક એક સ્ત્રીકળા અજમાવી.
જલક્રીડા સંપૂર્ણ થઈ. ભરતજી સરોવરને તીરે આવીને ઊભા.
એવા જ નિર્લેપ! એવા જ વિરક્ત, ભાભીઓની કોઈ કળા કારગત ન નીવડી.
For Private And Personal Use Only