________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. મહાસતી કલંકિતા :
ગઈ કાલ સુધી જેના ગુણ ગાવાથી પ્રજા થાકતી ન હતી, ગઈ કાલ સુધી જેના સતીત્વની પ્રતીતિથી જે સીતાને સાક્ષાત્ દેવી માની લઈ, પ્રજા માનતાઓ માનતી હતી, ગઈકાલ સુધી જેનાં દર્શન કરવા માત્રથી પાપ ધોવાઈ જવાનું જે પ્રજા માનતી હતી, તે સીતા માટે આજે અયોધ્યામાં કેવી ચર્ચા ફેલાઈ રહી હતી?
સીતાને રાવણ લંકા ઉપાડી જાય, આટલા દિવસો સુધી એને લંકામાં રાખે છતાં સીતાના શીલને તે અખંડિત રહેવા દે ખરો?
“અને કહે છે કે રાવણનું રૂપ પણ અનુપમ હતું. ભલભલી સ્ત્રીઓ તેનાથી આકર્ષાઈ જાય.'
એના અંતઃપુરમાં હજારો રાણીઓ હતી.'
એ પણ દરેક સ્ત્રી પોતાની ઇચ્છાથી રાવણને વરેલી, એવું રાવણમાં આકર્ષણ હતું.”
તો પછી સીતા પણ આકર્ષાઈ જાય એમાં નવાઈ ન કહેવાય.” “સ્ત્રી-ચારિત્ર ગહન હોય છે.' પરંતુ એમાં આપણે સીતાને અપવાદરૂપ માનતા હતા.”
એ જ વાત છે ને, મોટા માણસોની મોટી વાતો!” ‘પણ આ તો ખરું કહેવાય હોં! રાવણ મરી ગયો છતાં સીતા એને ભૂલી નથી!'
એનું નામ જ પ્રીત ને! એ તો આપણા શ્રી રામ આટલાં યુદ્ધ કરીને, સીતાને લઈ આવ્યા, નહીંતર સીતાને ત્યાં શું દુ:ખ હતું? ‘પણ આ તો અયોધ્યાના કુલને કલંક લગાડવું, કહેવાય ને?'
કહેવાય જ તો, પણ સમજે છે કોણ? શું શ્રી રામને આ વાતની ખબર જ નહીં હોય?'
“એમને ખ્યાલ નહીં જ હોય, નહીંતર શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ છે.' “તો એમના ખ્યાલ ઉપર વાત લાવવી જ જોઈએ.' કોણ લાવે?’ ગામનું મહાજન.
For Private And Personal Use Only