________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'સિંહનિનાદ' વનમાં
૮૦૯ સીતાનો રામે સ્વીકાર કર્યો. જ્યારે ચરપુરુષોએ નગરચર્ચા સાંભળીને, શ્રી રામને કહી અને શ્રી રામે જ્યારે આપનો ત્યાગ કરી દેવાની વાત કરી ત્યારે લક્ષ્મણજીએ વિરોધ કર્યો, શ્રી રામને ઘણા સમજાવ્યા, પરંતુ શ્રી રામ ન માન્યા. લક્ષ્મણજી રુદન કરતા પોતેના મહેલે પહોંચ્યા. શ્રી રામે આપને આ ભીષણ વનમાં છોડી આવવાનો આદેશ મારા જેવા પાપીને કર્યો. આ ભીષણ વન જે સાક્ષાત્ મૃત્યુનું જ દ્વાર છે, તેમાં દેવી આપ માત્ર આપના જ સતીત્વના પ્રભાવે જીવી શકશો.”
કૃતાંતવદનનું વજહૃદય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું. સીતાજી મૂર્શિત થઈ, રથમાંથી જમીન પર ઢળી પડ્યાં.
સીતાજીના મૂચ્છિત દેહને જોઈ મહાસતીના પ્રાણ ઊડી ગયા...” એવી કલ્પના કૃતાંતવદનને આવી. તેણે હૈયાફાટ રુદન કર્યું. “અરેરે, હું કેવો પાપી! કેવું દારુણ પાપ મારા હાથે કરવાનું આવ્યું! મહાસતીનું મૃત્યુ.” તે હતબુદ્ધિહતપ્રભ થઈ, જમીન પર આળોટી પડ્યો. ભયંકર “સિંહનિનાદ' વનમાં પશુઓ સ્તબ્ધ થઈ ગયાં. જાણે વન રડી પડ્યું. રથના અશ્વો વિહ્વળ થઈ ગયા.
ભારતની એ મહાસતી, શ્રી રામની અર્ધાગિની, અયોધ્યાની મહારાણી, આજે ભીષણ વનમાં મૂછિત થઈને, જમીન પર પડી હતી. રણમેદાન પર લાખો સુભટોને રોળી નાંખનારો સેનાપતિ અસહાય નિઃસહાય બની પોકે પોકે રડી રહ્યો હતો. સંસારની આ ઘટનાને જોનાર કોણ સંસારને ચાહે? કોણ સંસારનાં સુખોને ચાહે? આ જ તો સંસારની ભીષણતા છે! એ ક્યારે ક્રૂર બનીને, જીવ પર તૂટી પડે, કંઈ નિશ્ચિત નહીં.
સિંહનિનાદ વનનો વાયુ સીતાજીની વહારે દોડી આવ્યો. વનનાં પંખીઓ પોતાની પાંખોમાં શીતલ પાણી ભરી લાવ્યાં. સીતાજીની મૂચ્છ દૂર થઈ. તેમણે ચારેબાજુ જોયું. હે રામ...' કરતાં સીતાજી પુનઃ મૂછિત થઈ ગયાં, પરંતુ કૃતાંતવદનને એટલું આશ્વાસન મળ્યું કે “સતાજી જીવંત છે!' વળી મૂચ્છ દૂર થઈ. સીતાજીએ કૃતાંતવદન સાર્મ જોઈ પૂછયું :
અહીંથી અયોધ્યા કેટલી દૂર છે? શ્રી રામ ક્યાં છે?'
દેવી, અયોધ્યા દૂર હો કે નજીક હો, પૂછવાથી શું? શ્રી રામને યાદ કરવાનું શું પ્રયોજન? ઉગ્ર આજ્ઞા કરનારા શ્રી રામ પાસે જવાની કલ્પના પણ ત્યજી દો.’
શું શ્રી રામ અને સર્વથા ત્યજી દીધી છે?”
For Private And Personal Use Only