________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વક ૯૯. ‘રિહનિનાદ વનમાં અને
સીતાજી એટલે સરળતાની મૂર્તિ. ન કોઈ શંકા કે ન કોઈ અવિશ્વાસ.
સરળ પ્રકૃતિના માનવને પ્રાયઃ સ્નેહીજનો-પરિજનોની પ્રવૃત્તિમાં શંકા જાગતી નથી અવિશ્વાસ થતો નથી. સીતાજીને સેનાપતિના કથનમાં કોઈ શંકા ન જાગી! અપશુકનો પણ થયા અને અશુભ નિમિત્તો પણ થયાં. સીતાજી નિઃશંક બની રથમાં આરૂઢ થયાં. રથની ચારે બાજુ પડદા પડી ગયા ને વનવેગી ઘોડાઓ દૂર દૂર સીતાજીને ખેંચી ગયા. સીતાજીએ સેનાપતિને એટલું પણ ન પૂછ્યું કે : આર્યપુત્ર પાછળ જ રથમાં આવે છે ને? અન્ય પરિજનોને લઈ કોણ આવે છે? હજુ પાછળ બીજા રથોના આવાગમનનો ધ્વનિ કેમ સંભળાતો નથી?'
ગંગાનદીના તટ પર રથ આવીને ઊભો. તટ પર તરાપો તૈયાર હતો. રથને તરાપા પર ચઢાવી, કૃતાંતવદને ગંગા પાર કરી રથને ઉતારી લીધો અને સિંહનિનાદ નામના વનમાં પ્રવેશ કર્યો. વનમાં મધ્યભાગે રથને ઊભા રાખી, કૃતાંતવદન નીચે ઊતર્યો. તેના મુખ પર ગ્લાનિ હતી, આંખો આંસુઓથી ભરાયેલી હતી. શરીર કંપી રહ્યું હતું. સીતાજીએ કૃતાંતવદનને જોયો. તેમણે પૂછ્યું :
‘સેનાપતિ, રથ કેમ ઊભો રાખ્યો?” સેનાપતિની દૃષ્ટિ જમીન પર જકડાઈ હતી. સીતાજીએ એની આંખમાંથી ટપકતાં આંસુ જોઈ ચિંતિત સ્વરે પૂછ્યું :
અરે કૃતાંતવદન, આંખોમાંથી આંસુ શા માટે? આ સમયે શોક શા માટે? શું માર્ગ ભુલાયો છે? કોઈ ભય છે? સીતાજીએ એકી શ્વાસે પૂછી નાંખ્યું. કૃતાંતવદનને હવે પ્રત્યુત્તર આપ્યા વિના ચાલે એમ ન હતું. તેણે કહ્યું :
દેવી, શું કહું? જે કહેવા જેવું નથી, જે બોલવા જેવું નથી. ન કરવા જેવું મારે કરવું પડ્યું છે, કારણ કે સેવક છું. સેવકને ન કરવા જેવું ઘોર અકાર્ય પણ કરવું પડે છે.'
હું કંઈ સમજી શકતી નથી, સેનાપતિ, સ્પષ્ટ શબ્દોમાં કહો.” સીતાજીની વિહ્વળતા વધતી હતી.
અપયશના ભયથી શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે, દેવી.” શાનો અપયશ? શા માટે ત્યાગ?' લોકોએ આપને માટે વાર્તા પ્રસારી છે “સીતા રાવણથી દૂષિત છે, એવી
For Private And Personal Use Only