________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીરામનો કલ્પાંત
૮૧૫ સીતાનું શું થયું હશે?” શ્રી રામ લક્ષમણજીના ખોળામાં મસ્તક મૂકી રડી પડ્યા. લક્ષ્મણજીએ કહ્યું :
હે પ્રભો, મહાસતી પોતાના શીલના પ્રભાવે હજુ એ વનમાં જ હશે. હજુ સમય વીત્યો નથી. આપ સ્વયં એ વનમાં પધારો. દેવી સીતાની શોધ કરીને, અહીં લઈ આવો, વિલંબ ન કરો, અન્યથા આપના વિરહથી વ્યથિત એ મહાસતી મૃત્યુને ભેટશે...' “શું એ ભયંકર વનમાં હજુ સીતા જીવિત હશે?”
અવશ્ય, એમનાં શીલના પ્રભાવી “તો હું અત્યારે જ જાઉં છું.'
શ્રી રામ ઊભા થયા. લક્ષ્મણજી સાથે તૈયાર થયા. સેનાપતિ અને બિભીષણ વગેરે પણ તૈયાર થયા. પુષ્પક વિમાનમાં બેસી તેમણે “સિંહનિનાદ' વનનો માર્ગ લીધો.
પુષ્પક વિમાન સિંહનિનાદ વન ઉપર આવી પહોંચ્યું. જે સ્થળે સેનાપતિએ સીતાજીનો ત્યાગ કર્યો હતો, એ સ્થળે વિમાનને ઉતારવામાં આવ્યું. વિમાનમાંથી શ્રી રામ-લક્ષ્મણ વગેરે ઊતરી પડ્યા. ચારેય બાજુ શોધ ચાલુ કરી. શ્રી રામ હે સીતા... હે સીતા..” કરતા ચારેય બાજુ ભટકવા લાગ્યા. લક્ષ્મણ ઊંચાં વૃક્ષો પર ચઢી, ચારે બાજુ જોવા લાગ્યા. કૃતાંતવદન જંગલનાં કોતરો અને ઝાડીઓમાં પહોંચી જોવા લાગ્યો. બિભીષણ શ્રી રામની પાછળ પાછળ જઈ રહ્યા હતા.
પ્રતિસ્થલ, પ્રતિજલ અને પ્રતિશિલ ખૂંદી વળ્યા. પ્રતિવૃક્ષ જોઈ વળ્યા પણ સીતાજી ન મળ્યાં. નિરાશા, હતાશાને અનુભવતા, દુઃખના ભારથી તૂટી પડેલા શ્રી રામ જમીન પર બેસી પડ્યા, લક્ષમણજી. બિભીષણ વગેરે પણ અતિ દુઃખિત હૃદયે, શ્રી રામની પાસે આવીને બેસી ગયા. શ્રી રામે કહ્યું :
આવા ભયંકર જંગલમાં જાનકી કેવી રીતે જીવિત રહી શકે? અવશ્ય વાઘ, સિંહ કે બીજું કોઈ પશુ સીતાને ભસ્થ બનાવી ગયું. સીતાના મૃત્યુની કલ્પનાએ શ્રી રામના હૃદયને ભાંગી નાંખ્યું, તે છતાંય પુનઃ પુનઃ સીતાને શોધવા તેઓ ચારેય બાજુ ભટકવા લાગ્યા. જંગલમાં પથરા પર, ઘાસ પર સીતાજીનાં પદચિહ્ન પણ ક્યાંથી મળે? રામનું મન કિંકર્તવ્યમૂઢ બની ગયું.
For Private And Personal Use Only