________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૮.
જૈન રામાયણ સિદ્ધાર્થ અણુવ્રતી હતો. અનેક વિદ્યાઓનો અને કલાઓનો સ્વામી હતો. દિવસની ત્રણેય સંધ્યાઓ તે મેરુ પર્વતનાં ચૈત્યોને જુહારવામાં ગાળતો. આકાશમાર્ગે જ આવાગમન કરતો. તેનામાં જેમ વિદ્યાબળ અને કલા હતાં, તેવી રીતે તેનામાં સહજ નમ્રતા, નિઃસ્પૃહતા અને પરોપકારપરાયણતા હતી.
સીતાજીએ સિદ્ધાર્થને જોયો, આદર આપ્યો. બહુમાનપૂર્વક આસન આપીને પૂછયું :
આપનો પરિચય આપવા કૃપા કરશો? આપની કુશળતા ચાહું છું.” સિદ્ધાર્થે પોતાનો પરિચય આપ્યો. સીતાજી પ્રસન્ન થયાં. સિદ્ધાર્થે સીતાજીનો પરિચય પૂછુયો. સીતાજીએ પોતાનો પરચિય આપ્યો અને પુત્ર જન્મ સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. સિદ્ધાર્થની સમક્ષ એમણે હૃદય ખોલ્યું. સિદ્ધાર્થે કહ્યું :
“હે મહાસતી, શા માટે વૃથા સંતાપ કરો છો? લવ અને કુશ જેવા જેમના પુત્રો છે, એમણે સંતાપ કરવાની શી જરૂર છે? તમારા બંને પુત્રો પ્રશસ્ત લક્ષણને ધારણ કરનારા છે. તેઓ રામ-લક્ષ્મણની જ જોડી છે! અલ્પ સમયમાં જ તેઓ તમારા મનોરથ પૂર્ણ કરશે.”
સિદ્ધાર્થ અષ્ટાંગ નિમિત્તનો પારગામી હતો. લવ-કુશને જોતાં જ એમનું ઉજ્જવળ ભવિષ્ય એની સામે તરવરવા માંડ્યું હતું. સિદ્ધાર્થે લવ-કુશના તેજસ્વી ભવિષ્યનો ચિતાર આપ્યો. સીતાજીને અપૂર્વ આશ્વાસન મળ્યું. તેમણે કહ્યું :
હે કલાનિધિ સિદ્ધપુરુષ, તમે જો આ બાળકોને ચાહો છો, એમના ભવિષ્યને ઉજ્વલ બનાવવા ચાહો છો તો તમે અહીં જ રહો અને આ બાળકોને શિક્ષણ આપો.”
દેવી, મેં મારો પરિચય તમને પ્રથમ જ આપ્યો છે. હું એક સ્થળે રહેતો નથી, આકાશમાર્ગે આવાગમન કરતો અહર્નિશ જિનચૈત્યોની યાત્રા કરું છું. મારાથી અહીં કેમ રહી શકાય?
ભલે અત્યાર સુધી તમે તીર્થયાત્રાઓ જ કરી છે. તમારી પાસે જે કળાઓ છે, સિદ્ધિઓ છે, જ્ઞાન છે, તે શું તમે કોઈને નહીં આપો? એનો વારસો કોઈને નહીં આપો? જો આ બાળકો તમને સુપાત્ર દેખાતા હોય તો તમે એમને તમારા વારસદાર બનાવો. મારા જીવનનું જે કોઈ આશ્વાસન હોય તો માત્ર આ બાળકો છે. એ સિવાય સમગ્ર વિશ્વ મારા માટે અંધકારપૂર્ણ છે.”
હે મહાસતી, તમારું કથન હૃદયસ્પર્શી છે, પરંતુ એક સ્થળે રહેવા માટે મારું મન !'
For Private And Personal Use Only