________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧. લવ અને કુશ રે
મહાસતી સીતાજી પુંડરીકપુર પહોંચ્યાં. તેમને પુંડરીકપુરમાં બીજી મિથિલાનાં દર્શન થયાં. રાજા વિજજંઘમાં ભ્રાતા ભામંડલનાં દર્શન થયાં. રાજાએ સીતાજીને નિવાસ માટે એક સુંદર મહેલ આપ્યો. પરિચારિકાઓ આપી અને સીતાજીને કોઈ વાતે ઓછું ન આવે એવી સર્વ વ્યવસ્થા કરી. સીતાજીને રાજાએ કહ્યું : “હે મહાસતી, તું અહીં નિઃશંક બનીને રહે, આ તારા બાંધવનું ઘર છે. અહીં તું કોઈ વાતે ખેદ ન અનુભવીશ. અલ્પ સમયમાં તારું સર્વ દુઃખ દૂર થઈ જશે.”
સીતાજીએ રાજાને પ્રણામ કર્યા અને રાજા ગયા. સીતાજી ધર્મપરાયણ બનીને ગર્ભનું પાલન કરતાં કાળનિર્ગમન કરવા લાગ્યાં. કાળક્રમે સીતાજીએ પુત્રયુગલને જન્મ આપ્યો. પરિચારિકાએ તરત રાજા વજજંઘને સમાચાર આપ્યા. રાજાએ રાજકુમારોનો જન્મ મહોત્સવ નગરમાં ઊજવ્યો. પોતાને પુત્રપ્રાપ્તિ થઈ હોય અને મહોત્સવ ઊજવે એના કરતાં પણ વિશેષ ઉલ્લાસથી રાજાએ સીતાના પુત્રજન્મનો મહોત્સવ ઊજવ્યો. તેણે ખૂબ પ્રસન્ન થઈને વાચકોને દાન આપ્યાં.
સીતાજીને પણ લાગ્યું કે “અયોધ્યામાં પણ આનાથી વિશેષ ઉત્સવ ન થાત!' એમનું હૃદય પ્રફુલ્લિત બન્યું. જ્યારે સીતાજીએ બે પુત્રોને જોયા, એમનું મન નાચી ઊઠડ્યું. એવું રૂપ! એવું જ લાવણ્ય!
પુત્રોનાં નામ પાડવાનો દિવસ આવ્યો. રાજા વજર્જધે નગરમાં બીજો મહોત્સવ ઘોષિત કર્યો. પ્રથમ પુત્રનું નામ “અનંગલવણ' અને બીજા પુત્રનું નામ “મદનાંકુશ” રાખવામાં આવ્યું.
રાજા વજજંઘે એમના લાલન-પાલન માટે ધાત્રીઓ રોકી. બાલઉદ્યાન બનાવ્યું. ક્રમશઃ બંને કુમાર મોટા થવા લાગ્યા. સહજ ચપળતા અને સ્વાભાવિક ગુણોથી શોભતા કુમારોએ સીતાજીના હૃદયને પ્રસન્નતાથી ભરી દીધું. સીતાજીનાં વર્ષો હવે દિવસોની જેમ પસાર થવા લાગ્યાં. બંને કુમારો તરુણ અવસ્થાને દ્વારે આવી ઊભા. સીતાજીને લાગ્યું : “હવે આ કુમારોને કલાઓનું શિક્ષણ આપવું જોઈએ. એમના મુખ પર પ્રતિભા છે, બાહુઓમાં બળ છે અને આત્મામાં ઉત્સાહ છે. સીતાજી એવા સુયોગ્ય કલાચાર્યની શોધમાં હતાં ત્યાં એક દિવસ સીતાજીના દ્વારે એક સિદ્ધ-પુરુષ ભિક્ષાર્થે આવી ઊભો. એનું નામ સિદ્ધાર્થ હતું.
For Private And Personal Use Only