________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ ૧૦0. શ્રીરામનો કલ્પાંતર
બિહામણું જંગલ!
બિહામણા જંગલમાં કમલ કોમલ સીતાજી ભયભીત બની ભટકી રહ્યાં છે. નથી ત્યાં કોઈ રાજમાર્ગ કે નથી ત્યાં કોઈ પગદંડી. ત્યાં પથરાયેલા છે કાંટા અને ઝાંખરાં. સીતાજી પોતાના આત્માની જ નિંદા કરી રહ્યાં છે. “મારા જ જીવે પૂર્વભવોમાં ભૂલીને જે પાપ આચર્યો છે, તે પાપ આજે ઉદયમાં આવ્યાં છે. તે મારે ભોગવવાં જ જોઈએ.” કર્મનો સિદ્ધાંત સીતાજીને ક્ષણિક આશ્વાસન આપે છે. પુનઃ સીતાજીનું હૈયું ભરાઈ આવે છે, તેઓ રડી પડે છે, ઠોકરો ખાઈને, નીચે પડી જાય છે. જંગલમાં એ ચાલતાં જાય છે. રડવું, પડવું અને ચાલતા જવું. “ક્યાં જઈ રહી છું?' એ સીતાજી જાણતાં નથી. જ્યારે ભોજન મળશે?” એ વિચારે નથી. “ક્યાં આશ્રય મળશે? એની ચિંતા નથી. એ ચાલતાં જ જાય છે.
ત્યાં જંગલમાં એક વિશાળ મેદાન હતું. મેદાનમાં સેંકડો સૈનિકોનો પડાવ હતો. સીતાજીએ સૈનિકોને જોયા. ક્ષણભર તે ધ્રુજી ઊઠ્યાં. પરંતુ એમને મન મૃત્યુ અને જીવન સમાન હતાં. નહોતો એમને મૃત્યુનો ભય કે નહોતો જીવનનો મોહ! તેઓ સ્વસ્થ બનીને, આંખો બંધ કરીને, શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ઊભાં રહી ગયાં.
સૈનિકોની દૃષ્ટિ સીતાજી તરફ ગઈ. સૈનિકો સ્તબ્ધ થઈ ગયા. ભયભીત બની ગયા. દિવ્યરૂપ! અપૂર્વ તેજ! “શું આ કોઈ વનદેવી છે?' સૈનિકો પરસ્પર વાતો કરવા લાગ્યા. સીતાજીને ધારી ધારીને જોવા લાગ્યા.
આપણે મહારાજને નિવેદન કરીએ.' આમ વિચારી સૈનિકો એમના રાજા તરફ દોડ્યા. સીતાજીનું ધૈર્ય તૂટી ગયું. તેઓ રડી પડ્યાં. જમીન પર બેસી ગયાં. તેમના કરુણ રુદને વનને દ્રવિત કરી દીધું. રુદનનો અવાજ રાજાના કાને પડ્યો. રાજા સ્વરના જાણકાર હતા. પોતાના તંબૂમાં બેઠા બેઠા એમણે નિર્ણય કર્યો : “આ ધ્વનિ કોઈ ગર્ભવતી મહાસતીનો છે.” તરત જ રાજા
For Private And Personal Use Only