________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૭
સીતાનો-ત્યાગ - સીતાજી! સીતાજીએ સતીત્વની રક્ષા માટે, લંકાપતિની સામે અપાર દૃઢતા અને મેરુવન નિશ્ચલતા દાખવી હતી. તે જ સીતાજીના મહાસતીત્વમાં અયોધ્યાની પ્રજાએ અવિશ્વાસ પોકાર્યો! જે સીતાજીના મહાસતીત્વનો જયઘોષ દેવલોકના દેવોએ પોકારેલો તે શ્રી રામે સાંભળેલો. તે સીતાજીના સતીત્વમાં પ્રજાએ કરેલી શંકાથી પ્રેરાઈને, શ્રી રામે સીતાના વિશ્વાસનો લાભ લઈ, તેમનો ત્યાગ કર્યો. હા, સીતા-ત્યાગ કરવામાં શ્રી રામને અપાર દુઃખ હતું. સીતાના વિરહની વેદનાનો દાવાનલ સળગ્યો હતો, પરંતુ શું થાય? જ્યાં પાપકર્મોનો ઉદય થાય ત્યાં આવી ન ધારેલી ઘટનાઓ બને જ, ત્યાં ન કલ્પેલાં દુઃખો ધસી આવે. અકાળે આપત્તિનાં ઘનઘોર વાદળ ચઢી આવે.
૦
૦
૦
For Private And Personal Use Only