________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાસતી કલંકિત!
૭૯૯
‘હું શું કહું શ્રેષ્ઠીવર્ય? અયોધ્યાનો આ કેવો પાપોદય જાગ્યો છે, એ જ મને સમજાતું નથી. દેવી સીતા માટે, આવી મલિનતાભરી વાત કરતાં લોકોની જીભ કપાઈ જતી કેમ નથી? મને જરાય આ વાત જચતી નથી.’
‘અમને પણ ચતી નથી.' બાકીના મહત્તરો એક સાથે બોલી ઊઠ્યા. ‘તો, જે વાત આપણને સત્યથી દૂર લાગે છે, તે વાત શ્રી રામચંદ્રજી સમક્ષ લઈ જવાનું શું પ્રયોજન?’
‘નગરના વાતાવરણથી તેઓશ્રીને પરિચિત રાખવાનું કર્તવ્ય આપણા માથે છે, એટલું જ પ્રયોજન!' વિજયશ્રેષ્ઠીએ પ્રત્યુત્તર આપ્યો.
માત્ર વાતાવરણ જણાવવામાં વાંધો નહીં, પરંતુ નગર-ચર્ચામાં આપણે સંમત નથી, એ વાત સ્પષ્ટ કરવી જોઈએ.’
સત્ય છે. આપણે તો શ્રી રામચંદ્રજીને વાતાવરણ જણાવી, આ ચર્ચાનો સત્વરે અંત લાવવા પ્રાર્થના કરીશું.'
‘તો પછી અત્યારે જ આપણે જઈએ.' સૂરદેવ બોલ્યા.
આઠેય નગર-મહત્તરો શ્રી રામ પાસે જવા નીકળ્યા. શ્રી રામચંદ્રજી સમક્ષ વાત પ્રસ્તુત કરવાની જવાબારી વિજયશ્રેષ્ઠીને સોંપવામાં આવી હતી. વિજયશ્રેષ્ઠીનું મન અસ્વસ્થતા અનુભવતું હતું. એ જાણતા હતા કે જેમની સમક્ષ જેમના અંગે વાત કરવાની છે તેમના પ્રત્યે શ્રીરામનો કેવો અવિહડ રાગ છે! સીતાજી માટેની વાત શ્રી રામ સમક્ષ કરવી એટલે? જે સીતાજી માટે શ્રી રામે લંકાપતિ સાથે ઘોર સંગ્રામ કર્યો, અનેક કષ્ટ સહ્યાં, એ સીતા માટે, આવી દુષ્ટ વાત કરવાનું પરિણામ શું આવે? વિજય અકથ્ય વેદનાનો ભાર માથે ઉપાડી, રાજમહેલનાં સોપાન ચઢવા લાગ્યા. દ્વારપાલને કહ્યું :
મહારાજાને નિવદેન કર્યો કે નગ૨-મહત્તરો આપના દર્શને આવ્યા છે.'
દ્વારપાલે શ્રી રામને નિવેદન કર્યું. શ્રી રામની સંમતિ લઈ, દ્વારપાલે નગરમહત્તરાને શ્રી રામના મહેલમાં જવાની અનુમતિ આપી. નગર-મહત્તરો શ્રી રામની સમક્ષ પહોંચ્યા, નમન કરી, ભૂમિ પર બેસી ગયા.
‘કહો નગર-મહત્તરો! શા માટે પધાર્યા છો?' શ્રી રામે વાત્સલ્યભર્યા શબ્દોમાં પૂછ્યું. પરંતુ આઠેય મહત્તરોનાં મસ્તક નમી ગયાં હતાં અને કંપી રહ્યાં હતાં, શ્રી રામચન્દ્રજીનું રાતેજ તેમને આંજી રહ્યું હતું. શ્રી રામચન્દ્રજીએ પુનઃ ક્યું :
For Private And Personal Use Only