________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧ ૯૮. સીતાનો - ત્યાગ ,
શું આ મારી ભ્રમણા તો નહીં હોય? નગરમહત્તરોના મુખે શ્રવણ કરેલી વાતો, મારા મન અને મસ્તકમાં ધૂમરાઈ રહી છે. નગરચર્યામાં મને મારા મનનો જ પડઘો તો નહીં સંભળાયો હોય? મારા અતિ વિશ્વાસપાત્ર ગુપ્તચરોને નગરમાં મોકલી લોકચર્ચાઓ જાણું? હા, મારે નિર્ણય કરવો જ જોઈએ!” - શ્રી રામે સ્વગત વિચાર કર્યો. ગુપ્તચરોને બોલાવી, નગરચર્ચાની માહિતી મેળવી લાવવા આજ્ઞા કરી. ગુપ્તચરો ચાલ્યા ગયા. શ્રી રામ પોતાના શયનકક્ષમાં અસ્તવ્યસ્ત મનોદશામાં આંટા મારી રહ્યા હતા ત્યાં દ્વારપાલે નમન કરી નિવેદન કર્યું :
“મહારાજનો જય હો.' શ્રી રામે દ્વારપાલ સામે જોયું. દ્વારપાલે કહ્યું : ‘વાનરદ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવ અને રાક્ષસદ્વીપના અધિપતિ મહારાજા બિભીષણ આપનાં દર્શન ચાહે છે.'
એમને બહુમાનપૂર્વક લઈ આવ.” દ્વારપાલ નમન કરી ગયો ને તરત જ બંને રાજેશ્વરોને લઈ, આવી પહોંચ્યો. સુગ્રીવ અને બિભીષણે શ્રી રામને પ્રણામ કરી, આસન લીધું. શ્રી રામે ઔપચારિક કુશલવાર્તાની વિધિ પતાવી. કુશાગ્રબુદ્ધિવાળા સુગ્રીવે શ્રી રામની અન્યમનસ્કતા પરખી લીધી. બિભીષણે પણ શ્રીરામની મનઃસ્થિતિનું અનુમાન કર્યું. પરંતુ તેઓ તેનું કારણ જાણતા હતા. સુગ્રીવે શ્રી રામની આવી જ વ્યથા એક સમયે અનુભવી હતી કે જ્યારે રાવણ સીતાને ઉપાડી ગયો હતો ને ચારેબાજુ તપાસ કરવા છતાં સીતાજીની શોધ થઈ શકી ન હતી અને શ્રી રામ સુગ્રીવની સહાયથી સુગ્રીવની નગરીમાં આવ્યા હતા, ત્યારે સીતા વિનાના શ્રી રામની વ્યાકુળતા સુગ્રીવે જોઈ હતી. બીજીવાર લંકાના યુદ્ધમાં જ્યારે રાવણની “અમોઘવિજયા વિદ્યાએ લક્ષ્મણજીને પટકી દીધા હતા અને લક્ષ્મણજીએ સુધબુધ ખોઈ નાંખી હતી.
સુગ્રીવ અને બિભીષણ સામે બેઠા હતા, છતાં શ્રી રામ આકાશ તરફ જોઈ રહ્યા હતા, સીતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને લોકચર્ચાની કંઈક ગંધ આવી ગઈ. નગર મહત્તરો શ્રી રામ પાસે આવી ગયા અને પછી શ્રી રામચંદ્રજી ખિન્ન થઈ ગયા છે. આ વાત પણ લક્ષ્મણજીના કાને આવી ગઈ. તેઓ ત્વરિત ગતિએ શ્રી રામના મહેલમાં આવી પહોંચ્યા. સીધા જ શયનકક્ષમાં પ્રવેશ કરી, શ્રીરામના ચરણે વંદના કરી.
For Private And Personal Use Only