________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૮
જેન રામાયણ એ પહેલાં બધી વાત પાકી જાણી લેવી જોઈએ. માત્ર સાંભળેલી વાતો પર...” “વાત પાકી જ છે. જોનારે નજરે જોયું છે કે સીતાએ રાવણના પગ ચીતર્યા છે. જો રાવણ પર પ્રેમ ન હોય તો એના પગ શા માટે ચીતરે? આનાથી વધીને તે વળી કયું પ્રમાણ જોઈએ?
પણ આપણે સીતાને આવી નહોતી ધારી હ.” અરે એ તો સ્ત્રીનો ભવ જ એવો.” પણ આવી કુલટા સ્ત્રી? શ્રી રામની પત્ની થઈને આવું કર્યું? “શું કરે બીજું? વનવાસમાં કુટાવા કરતાં લંકાના વૈભવો શું ખોટા હતા? એમાંય પ્રતિવાસુદેવ જેવો રાવણ જેવો પ્રેમી મળ્યા પછી પૂછવાનું જ શું!'
અયોધ્યાની પ્રજા જ જાણે બદલાઈ ગઈ હતી. શ્રીદામ, રતિનિભા અને પ્રભાવતીની કૂટયોજના પાર પડી રહી હતી. સીતાના ચારિત્ર્ય પર કાજળથી ય કાળું કલંક લગાડવામાં શોક્ય રાણીઓ સફળ થઈ હતી. નગરના વાતાવરણને જાણીને, એ રાણીઓ નાચી ઊઠતી હતી. સીતાને કલંકિત કરવા પાછળ એમને સુખના સાગર ઊભરાતા લાગતા હતા. “લંકિત સીતા ઉપરથી મન ઊતરી જશે, પછી રામ અમારા થઈ જશે.' આ કલ્પનાના નશામાં દોડી રહી હતી.
નગરમાં જ્યારે સીતાજી માટે અમર્યાદ બોલાવા માંડ્યું, નગરના મહાજનને વિમાસણ થઈ ગઈ. રાજધાનીના એ મહત્તર પુરુષો ભેગા થયા. વિજય શ્રેષ્ઠી સૂરદેવ, મધુમાન, પિંગલ, શૂલધર, કાપ્યપ, કાલ અને ક્ષેમ આ આઠ આગેવાનો વિજયશ્રેષ્ઠીની હવેલીમાં ભેગા થયા. સૌનાં મન ખિન્ન હતાં. મુખ પર ઉદાસીનતા છવાયેલી હતી. સહુ ભેગા થવાનું પ્રયોજન જાણતા હતા. વાતની ગંભીરતા સમજતા હતા. કર્તવ્યની કઠોરતા અનુભવતા હતા. વિજયશ્રેષ્ઠીએ મૌન તોડ્યું.
હે નગર-મહત્તરો, સમગ્ર નગરમાં છેલ્લા દિવસોમાં જે ચર્ચા થઈ રહી છે, એનાથી આપણે પરિચિત છીએ. આ વાતનું નિરાકરણ કરવું જોઈએ. તે માટે આપણે શ્રી રામચન્દ્રજીને મળવું જોઈએ. તેઓશ્રીની સમક્ષ પ્રજાજનોની ચર્ચા મૂકવી જોઈએ. પછી તેઓશ્રીને જેમ યોગ્ય લાગે તે કરે, આપણું કર્તવ્ય આપણે બજાવવું જોઈએ.’
સહુ વિજયશ્રેષ્ઠીની વાત સાંભળી રહ્યા. સહુનાં મસ્તક ઝૂકી ગયાં હતાં. ત્યાં ક્ષેમમહત્તરે વિજયશ્રેષ્ઠી સામે જોયું. કહો ક્ષેમ, તમારો અભિપ્રાય પ્રકાશિત કરો.'
For Private And Personal Use Only